ડભોઇમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે એક્શન એડ સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજાયો

ડભોઇમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે એક્શન એડ સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજાયો
Spread the love

એક્શનએડ સંસ્થા ભારત અને ગુજરાતમાં વંચિત સમુદાયને જાગૃત કરવા ઉપરાંત સરકારી યોજનાઓ સુધી એમની પહોચ બને તેમજ મહિલાઓ અને બાળકોના અધિકારો અને હક્કો માટે કાર્ય કરતી સંસ્થા છે. ગુજરાતમાં વડોદરા જીલ્લાના ડભોઇ, શિનોર, વાધોડીયા અને વડોદરા તાલુકાના ૩૫ ગામોમાં છેલ્લા દોઢ વર્ષથી આદિવાસી સમુદાય સાથે આ સંસ્થા કાર્યરત છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

૭ માર્ચ ના રોજ ઉમીદ એજ્યુકેશન અને સપોર્ટ સેન્ટર પર આંતર્રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૩૦ થી વધારે કિશોરીઓએ ભાગ લીધો હતો. કાર્યક્ર્મની શરૂઆતમાં મહિલા દિવસનો ઈતિહાસ અને સમાજમાં દીકરીઓ અને મહિલાઓની સ્થિતિ અને તેના માટે જવાબદાર કારણો અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સૌથી અગત્યનું કારણ જે છે એ દીકરીઓ અને સ્ત્રીઓને સંપત્તિમાં આધિકારથી વંચિત રાખવા ઉપરાંત દીકરીઓ અને સ્ત્રીઓ આર્થિક રીતે સશક્ત ના હોવા ના કારણે ઘરના પુરુષો પરની તેમની નિર્ભરતા અંગે વાત કરવામાં આવી હતી.

જેના માટે એક્શન એડ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય સ્તર પર ચાલી રહેલા “Women’s Share” મહિલાઓનો ભાગ અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં હિંદુ વારસા ધારા અંતર્ગત મહિલાઓના અધિકાર અને મુસ્લિમ મહિલાઓના અધિકારો અંગે વિડીઓના માધ્યમથી જાણકારી આપવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી દીકરીઓ અને સ્ત્રીઓના સંપત્તિ અધિકાર અંગે સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં એક્શન એડ ના શીલાબેન, રેચલબેન, રમેશભાઈ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

IMG-20210308-WA0004.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!