અમરેલી ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત કાર્યક્રમ યોજાશે

અમરેલી ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત કાર્યક્રમ યોજાશે
Spread the love

અમરેલી L દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે તા.૧૨ માર્ચથી શરૂ થનારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે અમરેલી ખાતે દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાશે. આગામી તા.૧૨ માર્ચના રોજ સવારે ૧૦ કલાકે અમરેલીના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હૉલ ખાતે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના અધ્યક્ષસ્થાને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં ભજન, દેશભક્તિના ગીતો, નૃત્ય તેમજ ગાંધીજીના જીવન પ્રસંગ પર નાટક સહિતના કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર તથા અમરેલી વહીવટી તંત્રના અધિકારી/પદાધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

સ્વતંત્ર સંગ્રામની ભાવના અને સપૂતોના ત્યાગનો અહેસાસ કરાવવા અને વીર શહીદોના સપનાના ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવા આ કાર્યક્રમ યોજવામાં આવશે. આ સાથે આઝાદ ભારતના ગૌરવગાન માટે શહેરમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી તા.૧રમી માર્ચ,૧૯૩૦ના રોજ યોજેલી દાંડીયાત્રાની સ્મૃતિને વર્તમાન સમયમાં ઊજાગર કરતાં ૮૧ પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિ.મી. દાંડીયાત્રાથી આ ઉજવણીનો અમદાવાદ ખાતેથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આરંભ કરાવવાના છે. આ ઉજવણીના આરંભ પ્રસંગે દેશભરમાં અને ગુજરાતમાં પણ એક સાથે ૭પ સ્થળોએ રાષ્ટ્રપ્રેમ-જનચેતના સભર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ

IMG-20210310-WA0032.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!