માંગરોળ પોલીસે પીછો કરી એક ટેમ્પામાંથી 4 ગોવંશ ઝડપી પાડયા

માંગરોળ પોલીસે પીછો કરી એક ટેમ્પામાંથી 4 ગોવંશ ઝડપી પાડયા
Spread the love

માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ.નાયીને બાતમી મળી કે મોસાલી ચારરસ્તા ખાતેથી એક ટેમ્પામાં ગોવશ ભરીને કતલ ખાને લઈ જવામાં આવનાર છે. જેને પગલે PSI સહિત અન્ય જવાનો અમૃતભાઈ ધનજી,રાજદીપસિંહ અરવિંદ ભાઈએ મોસાલી ચારરસ્તા ખાતે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો નંબર GJ.05.AU.8301 આવતાં એને ઉભો રાખવા પોલીસે ઈશારો કર્યો હતો.

ચાલક મોસાલી ગામ તરફ ટેમ્પો લઈને ભાગતાં પોલીસે એનો પીછો કર્યો હતો. આ ટેમ્પા ચાલક મોસાલી નવી નગરી ખાતેનાં માર્ગ તરફ વળી ગયો હતો. અને આગળ જઈ ટેમ્પો મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ટેમ્પો ચેક કરતાં એમાંથી 4 ગોવશ મળી આવ્યા હતા. જેની કિંમત 45 હજાર રૂપિયા તથા ટેમ્પાની કિંમત 1.50 લાખ ગણી કુલ 1.95 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી,કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે ચાલક અરશદ હૈદર ડાયાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

1615448202708.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!