અરવલ્લી જિલ્લાના શિવાલયો વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા

મહાશિવરાત્રી છે આજના દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે અરવલ્લી જિલ્લાના શિવાલયો વહેલી સવારથી જ હરહર મહાદેવ ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા જોકે ચાલુ વર્ષે કોરોના ની મહામારી ને કારણે જાહેર કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા- આજે મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિ શિવ અને શક્તિના મિલનનું પર્વ છે.ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વ્રત પૂજન કરવાથી તમામ કષ્ટ દૂર થઈ જાય છે. આ તહેવાર ભગવાન શિવ અને પાર્વતી માતાના વિવાહોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. મોટાભાગની કુંવારી યુવતીઓ મહાશિવરાત્રિનું વ્રત રાખે છે અને શિવ શંકરની પૂજા કરે છે.
અરવલ્લી જિલ્લા ના શિવાલયો વહેલી સવારથી જ હરહર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. મોડાસાના સુપ્રસિદ્ધ કાશીવિશ્વ નાથના મંદીરે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શંકરના દર્શને ઉમટયા હતા. માઝૂમ નદીના કિનારે આવેલ અંદાજે 800 વર્ષ જુના આ મંદિરમાં મહાશિવરાત્રીના દિવસે દર વર્ષે ભક્તિમય કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે કોરોનાની મહામારીને લઈ આજે મંદિરમાં કોવિડ ગાઈડલાઈન મુજબ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.ભક્તો એ શિવાલય માં દૂધ, જળ, બીલીપત્ર સહિત પંચામૃત નો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
દર વર્ષે મંદિર માંથી ભગવાન શંકરની પાલખી યાત્રા કાઢવામાં આવતી હોય છે અને પાલખી યાત્રા દરમીયાન ભક્તો ભગવાનના દર્શન નો લાભ લેતા હોય છે જોકે આ વખતે કોરોનાની મહામારીને કારણે પાલખીયાત્રા બંધ રાખવાનો મંદિર પરિવારે નિર્ણય કર્યો છે અને મંદિર પરિસરમાં જ પાલખી યાત્રા કરાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. અને ત્યાર બાદ પાલખીને ભક્તો માટે દર્શન માં મુખવામાં આવશે. જોકે કોરોનાની મહામારીના કારણે મહાશિવરાત્રી પર્વ દરમિયાન ભરાતા મેળા મંદિર ટ્રસ્ટના સંચાલકો દ્વારા રદ કરવામાં આવ્યા છે.મોડાસાના કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ચાર પ્રહરની પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ભક્તો લાભ લઇ શકશે.
ઋતુલ પ્રજાપતિ (અરવલ્લી)