અંબાણીના ઘર બહાર મળેલી વિસ્ફોટકો ભરેલી કારના કેસમાં નવો વળાંક…..!!

મુંબઈ:
બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરની બહારથી મળેલી વિસ્ફોટક સામગ્રી ભરેલી કારને લઇ નવુ એન્ગલ સામે આવ્યું છે. એક સાઇબર એજન્સીનો દાવો છે કે જૈશ-ઉલ-હિન્દ સાથે જોડાયેલ ટેલીગ્રામ ચેનલની લિંક તિહાડ જેલમાં બની. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીના ઘર બહાર વિસ્ફોટકવાળી એસયૂવી ઉભી કરવાની જવાબદારી જૈશ-ઉલ-હિન્દે લીધી હતી. Ambani House Unknown Car એક સમાચારપત્ર મુજબ તપાસ એજન્સીએ એક પ્રાઇવેટ સાઇબર ફર્મને જે ફોન દ્વારા ટેલિગ્રામ ચેનલ બનાવામાં આવી હતી, તેનું લોકેશન ટ્રેક કરવાનું કહ્યું હતુ. રિપોર્ટ મુજબ આ ટેલિગ્રામ ચેનલ 26 ફેબ્રુઆરીના રોજ બનાવવામાં આવી હતી. 27 ફેબ્રુઆરીની રાત્રે જ આ ટેલિગ્રામ ચેનલ દ્વારા અંબાણીના ઘર બહાર વિસ્ફોટક રાખવાની જવાબદારી લેવામાં આવી. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીના ઘર બહાર વિસ્ફોટક ભરેલું વાહન મળ્યા પછી જૈશ-ઉલ-હિન્દનો એક પત્ર વાઇરલ થયો હતો, જેમાં આ સંગઠને જવાબદારી લીધી હતી, જોકે બીજા એક પત્ર દ્વારા તેને ફેક કહેવામાં આવ્યું હતુ. આ સંબંધમાં 25 ફેબ્રુઆરીના રોજ મુંબઈ પોલીસે જૈશ-ઉલ-હિન્દના કનેક્શનથી ઇનકાર કર્યો છે.
રિપોર્ટર વિજય સોનગરા દેવભૂમિ દ્વારકા