માતારાણી અંબાના ધામમાં શિવરાત્રી ધામધૂમથી ઉજવાઈ : પાલખીયાત્રા વિશેષ આકર્ષણ

માતારાણી અંબાના ધામમાં શિવરાત્રી ધામધૂમથી ઉજવાઈ  : પાલખીયાત્રા વિશેષ આકર્ષણ
Spread the love

બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર થી 60 કીમી દૂર આવેલા અંબાજી ધામ મા શિવરાત્રી ના પાવન પર્વ પર વિવિધ શિવમંદિરો મા વિશેષ પૂજા ,મહાપુજા ,ભસ્મ આરતી ,પ્રસાદી અને ઠંડાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું ,વર્ષ મા માર્ચ મહિનામાં આવતી શિવરાત્રી ના પર્વે અંબાજી નગર આખું ભગવાન શિવ ની ભક્તિ મા તલ્લીન જોવા મળ્યું હતું ,અંબાજી આસપાસ આવેલા તમામ શિવમંદિરે ભક્તો દર્શન માટે જોવા મળ્યા હતા ,આજના પર્વે ભક્તો શિવ ની આરાધના કરતા સાથે પૂજા અર્ચન કરી મહાદેવ ને પ્રસન્ન કરતા પણ જોવા મળ્યા હતા ,અંબાજી આસપાસ ઘણા મહાદેવ આવેલા છે સાથે અંબાજી મા પણ ઘણા મહાદેવ આવેલા છે પણ અંબાજી ખોડીવડલી સર્કલ પર આવેલા ” હર્ણેશ્વર મહાદેવ ” વિશે કહેવત છે કે અંબાજી વારંવાર ,કોટેશ્વર અનેકવાર અને હર્ણેશ્વર એકવાર .આમ શિવરાત્રી ના દિવસે આ મંદિર પર વહેલી સવારે 5 વાગ્યા થી ભક્તો ની ભારે ભીડ દર્શન અને પૂજા માટે જોવા મળી હતી ,આ મંદિર ની પૂજા કરતા ભક્તો આજે વિદેશ અને મોટા ઉધોગપતી બની ગયા છે

અંબાજી ખાતે વિવિધ મહાદેવ આવેલા છે જેમાં [1] કોટેશ્વર મહાદેવ [2] આપેશ્વર મહાદેવ [3] પરશુરામ મહાદેવ [4] માનેશ્વર મહાદેવ [5] હર્ણેશ્વર મહાદેવ [6] અંબિકેશ્વર મહાદેવ [7] મંદિર ના 6 નંબર ગેટ પાછળ આવેલા મહાદેવ મંદિર મા [8] નીલકંઠ મહાદેવ [9] ગબ્બર 51 શક્તિપીઠ માં આવેલા અમરનાથ મહાદેવ [10] ગબ્બર નવદુર્ગા મંદિર મા આવેલા મહાદેવ મા [11] વાલ્મીકી આશ્રમ સહીત ના શિવમંદિરો માં ભક્તિ અને શ્રદ્ધા ના દર્શન થયા હતા ,ભક્તો આજે શિવ આરાધના ,શિવ ભક્તિ સાથે મંદિરોના દર્શન કરતા જોવા મળ્યા હતા ,કૈલાશ ટેકરી મહાદેવ મંદિર મા દાદા ને 56 ભોગ નો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો સાથે અન્નકૂટ આરતી કરવામાં આવી હતી સાંજે 108 દીવડાની પણ આરતી કરવામાં આવી હતી સાથે રાત્રીના 12 વાગે ભષ્મ આરતી પણ કરવામાં આવી હતી તમામ મંદિરોમાં ભક્તો માટે પ્રસાદ અને ઠંડાઈ ની વ્યવસ્થા કરવામાં આવી હતી

  • 11 વર્ષ થી નીકળે છે પાલખી યાત્રા

શક્તિપીઠ અંબાજી ના 7 નંબર ગેટ પાસે આવેલા પરશુરામ મહાદેવ થી બપોરે શિવજીની પાલખી યાત્રા નીકળી હતી અને વિવિધ મંદિરો થઈને કૈલાશ ટેકરી ખાતે યાત્રાની પુર્ણાહુતી થઇ હતી ,શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા છેલ્લા 11 વર્ષ થી આ પાલખી યાત્રા નીકળે છે ,પાલખી યાત્રા મા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ,સુનીલ અગ્રવાલ ,સુનીલ બ્રહ્મભટ્ટ ,ગોવિંદ સીકરવાર ,અમિત માળી ,સંજય માળી સહિતના ભક્તો જોડાયા હતા ,આજે આખું અંબાજી નું ધામ ભોલેનાથ ની ભક્તિ મા તરબોળ થઇ ગયું હતું

IMG-20210311-WA0082-2.jpg IMG_20210311_135321-1.jpg IMG_20210311_135753-0.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!