માંગરોળ તાલુકાની વાંકલ કોલેજ નજીક ટ્રેકટર-ટ્રેલર પલ્ટી ખાઈ ગયા

માંગરોળ તાલુકાની વાંકલ સરકારી કોલેજ નજીક આજે તારીખ 11 માર્ચના સાંજે એક ટ્રેકટર-ટ્રેલર પલ્ટી ખાઈ ગયું હતું.જો કે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી. ટ્રેકટરનાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ બનાવ બન્યો હતો.ટ્રેકટર અને ટ્રેલર માર્ગની બાજુમાં પલ્ટી ખાઈ, ગટરમાં ખાબકયું હતું.ટ્રેક્ટરમાં 15 શ્રમજીવીઓ બેઠેલા હતા.જેમાંથી એક શ્રમજીવી નો પગ ફેક્ચર થઈ જતાં એને સારવાર માટે નજીકની હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો છે.માર્ગ પરથી પસાર થતાં લોકોએ ટ્રેલરમાં સવાર લોકોને બચાવ્યા હતા.
રિપોર્ટર:નઝીર પાંડોર – (માંગરોળ-સુરત)