રાણપુર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ઉજવાશે

- પોરબંદરના સાંસદ રમેસભાઈ ધડુક મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.
સાબરમતી આશ્રમના મુખ્ય કાર્યક્રમની સાથે ૬ જિલ્લામાં ૭૫ સ્થળોએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થશે.ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો આજે તા .૧૨ મી માર્ચ , ૨૦૨૧ થી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રારંભ કરાવશે. જે અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાજય સરકાર ધ્વારા આ ઐતિહાસિક દાંડીકૂચના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ ના શુભારંભ નિમિત્તે બોટાદ જિલ્લાના રાણપુરની મનુભાઈ અમૃતલાલ શેઠ ઇંગ્લીશ મીડિયમ સ્કુલ ખાતે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પોરબંદરના સંસદસભ્ય રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહેશે.બોટાદ જિલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તાએ આ કાર્યક્રમના સુચાર આયોજન માટે જિલ્લા વહીવટીતંત્રને જરુરી સૂચનાઓ આપી છે.નોંધપાત્ર બાબત એ છે કે સાબરમતી આશ્રમના મુખ્ય કાર્યક્રમની સાથે મહત્વના અન્ય ૬ જિલ્લામાં સહિત ૭૫ સ્થળોએ થશે. આ કાર્યક્રમનો હેતુ ભારતના ભવ્ય અને ગૌરવવંતા ઈતિહાસથી નવી પેઢીને અવગત કરાવવાનો છ
તસવીરઃવિપુલ લુહાર