રાણપુરમાં આવેલ ગીરનારી આશ્રમે મહાશિવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી

ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારી વચ્ચે ગીરનારી આશ્રમ ખાતે શિવરાત્રી ની સાદાઈ થી ઉજવણી કરવામાં આવી.સમગ્ર રાણપુર તાલુકાના તમામ શિવાલયો હરહર મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યા.. બોટાદ જીલ્લાના રાણપુરમાં પાળીયાદ રોડ ઉપર આવેલ ગીરનારી આશ્રમ ખાતે મહાશિવરાત્રી મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ,બ્રહ્મ ભોજન, શિવ પૂજન,મહાપ્રસાદ તથા ફળપ્રસાદ,લીલાગર પ્રસાદ,નમઃ શિવાય ધુન તેમજ રાત્રે ભવ્ય સંતવાણી સહીતના કાર્યક્રમ રાણપુરમાં પાળીયાદ રોડ ઉપર આવેલ ગીરનારી આશ્રમ ખાતે યોજાયા હતા. આ તમામ કાર્યક્રમ રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાના શિવભક્તો મોટી સંખ્યામાં ગીરનારી આશ્રમ ખાતે ઉમટી પડ્યા હતા.ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારી ને કારણે શિવરાત્રી ની ઉજવણી સાદાઈ થી અને મર્યાદીત લોકો વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. મહંતશ્રી યોગી પુરણનાથજી તેમજ ગીરનારી આશ્રમના સેવક મંડળ દ્રારા મહા શિવરાત્રી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.તેમજ રાણપુર શહેરમાં આવેલ જડેશ્વર મહાદેવ ખાતે મહાઆરતી તેમજ લઘુરૂદ્ર ,બાલાજી મંદીરે રામનાથ મહાદેવ ને અભિષેક,અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.કપિલેશ્વર મહાદેવ,ભીડભંજન મહાદેવ,નિલકંઠ મહાદેવ સહીત સમગ્ર રાણપુર તાલુકામાં મહાશિવરાત્રી ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર