ભારતીય સેનાની ધ ગ્રેનેડયર્સ રેજીમેન્ટ 11મી બટાલીયન બ્રેવો કંપનીના માજી સૈનિકો દ્વારા સ્નેહમિલન

ભારતીય સેનાની ધ ગ્રેનેડયર્સ રેજીમેન્ટ ૧૧મી બટાલીયન બ્રેવો કંપનીના માજી સૈનિકો દ્વારા ખોડલધામ કાગવડ મુકામે માતાજીની ધજા ચડાવી વીર શહીદોને શ્રદ્ધાંજલિ તેમજ વીર નારીઓને સન્માન કરી એક ખાસ સ્નેહમિલનનું આયોજન કર્યું હતું. જેમની અંદર બ્રેવો કંપનીના સમસ્ત માજી સૈનિકો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.