રોજગારી સંદર્ભમાં બનાસકાંઠા કલેકટર દ્વારા બેઠક યોજી

ગુજરાત રાજ્યના 1 લાખ યુવાનોને રોજગારી આપવાનો અનુબંધ કાર્યક્રમ આગામી સમયમાં રાજકોટ મુકામે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાશે.ગુજરાત રાજ્ય નાં બેરોજગાર યુવાનો ને રોજગારી મળી રહે તેવો મુખ્ય ઉદ્દેશ છે જિલ્લાના કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના યુવાનોને વધુમાં વધુ રોજગારી મળી રહે તે માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યસ્થાને અનુબંધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જોકે જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી.અનુબંધ કાર્યક્રમમાં જી. આઇ. ડી. સી., શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉચ્ચ તથા ટેકનીકલ શિક્ષણ અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની મહત્તમ ખાલી જગ્યાઓ મેળવી તેની નોંધણી કરાવી યુવાનોને રોજગારી આપવી એ સમગ્ર રાજ્યવ્યાપી કાર્યક્રમનો ઉદેશ્ય છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ