માંગરોળના મોસાલી ખાતે અંબાજી મંદિરમાં કમળના ફૂલ ઉપર શંકરદાદાને બિરાજમાન કર્યા

માંગરોળ તાલુકાના મોસાલી ગામે અંબાજી માતનું મંદીર આવેલું છે. આ મંદિરના સચાલકો તરફથી કમળના ફૂલ ઉપર શકરદાદાને બિરાજમાન કર્યા છે. આ મંદિરમાં અનેક મૂર્તિઓ આવેલી છે. તાજેતરમાં વધુ એક કમળનાં ફૂલ ઉપર શકરદાદાને બિરાજમાન કર્યા છે. એમને જોવા માટે આસપાસનાં ગામોમાંથી અનેક ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. સાથે જ મંદિરમાં મુકેલી અન્ય મૂર્તિઓનાં પણ દર્શન કરે છે. પરંતુ કમળનાં ફૂલ ઉપર શકરદાદા બિરાજમાને ભારે આકર્ષણ જમાવ્યું છે.
નઝીર પાંડોર (માંગરોળ-સુરત)