વડાલીના રહેડા ગામના ખેડુત પુત્ર મહેશભાઈ પટેલે ખેતીમાં કર્યો અનોખો પ્રયોગ

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રહેડા ગામના ખેડુત પુત્ર મહેશભાઈ પટેલ દ્વારા દર વર્ષે શાકભાજી ની ખેતી કરવામાં આવે છે, ત્યારે આ વખતે અલગ રીતે ખેતી કરી પોતાના ખેતર ની અંદર રંગબેરંગી ફ્લાવર વાવીને તેનું ઉત્પાદન કરીને વડાલી માર્કેટ યાર્ડમાં શાકભાજી માં લાવતો પ્રથમ વખત કલર ફ્લાવર આવતા તમામ વેપારીઓ અને લોકો તે કલરીગ ફ્લાવર ને જોવા માટે આવ્યા હતા.
આ મહેશભાઈ પટેલ પહેલે થીજ ખેતીમાં કઈક નવું કરવા ટેવાયેલા છે, ત્યારે ચાલુ વર્ષે તેમને રંગબેરંગી ફ્લાવર વાવી અને ઉત્પાદન લઈ ને વડાલી તાલુકાના તમામ લોકોને અચંબા માં મૂકી દીધા છે હાલ તો રહેડા ગામની મુલાકાતે વડાલી તાલુકા ના ખેડૂતો સિવાય પણ બીજા ખેડૂતો મહેશભાઈ ને ફોન કરી અને રૂબરૂ જઈ ને માહિતી મેળવે છે.અને તેમના ખેતર ની વિઝીટ કરી રહ્યા છે. આમ યુવા ખેડૂત મહેશ ભાઈ ની સુજબૂજ થી વડાલી તાલુકા માં કલરીગ ફુલેવર નું ઉત્પાદન થયેલ છે. હાલ તો આ ખેડૂત ના સાહસ ની વડાલી વાસીઓ આવકારી રહ્યા છે.
રિપોર્ટ : કિરણ ખાંટ (વડાલી)