અમદાવાદ : વિશ્વઉમિયાધામના સ્વયંસેવકોએ 153 બોટલ રક્તનું મહાદાન કર્યું

મારૂં રક્તદાન બીજાને જીવનદાનના સુત્રને સાર્થક કરવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના દ્વારા વિશ્વઉમિયાધામ સંકુલ જાસપુર ખાતે આજે તારીખ 21/03/21ને રવિવારના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આજે સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પરિવારના ટ્રસ્ટીઓ, કમિટીના સભ્યો અને સ્વંયસેવકોએ રક્તદાન કર્યું હતું. મહારક્તદાન કેમ્પમાં નેશનલ ઈન્ટીગ્રેટેડ મેડિકલ એશોસિયેશન ગુજરાતે સહયોગી સંસ્થા તરીકે સાથ આપ્યો હતો. આ મહારક્તદાન કેમ્પમાં 8 જ કલાકમાં ઐતિહાસીક રીતે 153થી વધુ બોટલું રક્ત એકત્રિત થયું હતું. જે રક્ત બીજા માટે જીવનદાન બનશે. ઉલ્લેખનીય છે કે 23 માર્ચ 2021ના રોજ આવી રહેલાં ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના શહાદત દિવસની યાદમાં આ રક્તદાન કેમ્પ યોજાયો હતો. જે વીર જવાનોએ ભારતની આઝાદી માટે પોતાનું લોહી રેડ્યું તેના સન્માનમાં રક્તદાન કરી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પરિવારે ધન્યતાં અનુભવી હતી. વધુમાં દેશ જ્યારે આઝાદીના 75 વર્ષનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ભગતસિંહ-રાજગુરૂ અને સુખદેવની આ શહાદત યાદ કરવી જ રહી. આ સમગ્ર મહારક્તદાન કેમ્પનો કાર્યક્રમ વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિર પરિષરમાં યોજાયો હતો.