માંગરોળ ખાતે ટી-૨૦ લીગ ટુર્નામેન્ટની ફાઇનલ માં લલકાર ટીમ ચેમ્પિયન

માંગરોળ ખાતે ટી-૨૦ લીગ ટુર્નામેન્ટની ફાઇનલ માં લલકાર ટીમ ચેમ્પિયન
Spread the love

માંગરોળ ખાતે મોટા બોબાત શેઠ ક્રિકેટ ક્લબ આયોજીત ટી-૨૦ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આસપાસના ગામોની ૬૪ ટીમોએ ભાગ લીધો હતો. આશરે ૩ મહિના જેટલા સમય ગાળા સુધી ચાલેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ઘણી રસપ્રદ મેચો જોવા મળી હતી. ટુર્નામેન્ટ ના અંતે ફાઈનલ મેચ માંગરોળ ખાતે આવેલા મોટા બોબાત શેઠ ક્રિકેટ ગ્રાઉન્ડ પર અંકલેશ્વર લલકાર સી.સી. અને ઓરમા જીમખાના વચ્ચે રમાઈ હતી. અંકલેશ્વર લલકાર સી.સી. એ ૨૦ ઓવરમાં ૦૬ વિકેટે ૧૭૮ રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન ફૈઝાન બ્રીટીશ ના ૬૬ રન અને અફઝલ મેહતા ના ૩૨ રન મુખ્ય હતા. ઓરમા જીમખાના તરફથી જમીલ શેખ એ ૦૪ ઓવરમાં ૧૮ રન આપીને ૦૨ વિકેટ ઝડપી હતી. ૧૭૮ રન ના જવાબમાં ઓરમા જીમખાના ની ટીમ ૧૦ વિકેટ ના ગુમાવી ફક્ત ૧૧૯ રન જ બનાવી શકી હતી. જેમાં શાદીક શેખના ૨૪ રન અને ફૈઝાન બેલીમ ના ૩૨ રન મુખ્ય હતા. અંકલેશ્વર લલકાર તરફથી મીનલ પાંડવે ૪ ઓવરમાં ૨૫ રન આપી,૩ વિકેટ ઝડપી હતી. આમ અંકલેશ્વર લલકાર સી.સી.નો ૫૯ રને ભવ્ય વિજય થયો હતો. અંકલેશ્વર લલકાર સી.સી.ના કેપ્ટન ફૈઝાન બ્રીટીશ ને ૬૬ રન કરવા બદલ મેન ઓફ ધ મેચ, સમગ્ર ટુર્નામેન્ટ માં અંકલેશ્વર લલકાર સી.સી.ના કાર્તિક ને ૧૭૧ રન અને ૧૫ વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધ સીરીઝ તથા ભાદી સી.સી.ના મુસ્તાક ભાદીગરને સમગ્ર ટુર્નામેન્ટ માં ૨૪૫ રન કરવા બદલ બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ ના એવોર્ડ આપવામાં આવ્યા હતા.આ ફાઈનલ મેચમાં મુખ્ય મેહમાન તરીકે ગામના અગ્રણી અને સામાજિક કાર્યકર. મેહબુબ રાવત તથા અતિથિવિશેષ તરીકે માંગરોળનાં PSI પી. એચ. નાયી ,અન્ય મહેમાનો માં અકબર મંગેરા, સલીમ પાંડોર, જાવિદ ખરોડીયા, ઈસ્માઈલ અસ્માલ (કઠોર) , જુબેર બોબાત (ભાણા), મકસુદભાઈ સાંસરોદ , સાદીક પટેલ વગેરે હાજર રહ્યા હતા. કોમેન્ટેટર તરીકે ઈમરાન હાફેજી તેમજ સ્કોરર તરીકે મહંમદ પાંડોર એ તથા અમ્પાયર તરીકે અશરફ વસરાવી અને ઈરફાન બોબી એ સેવાઓ આપી હતી. ઈનામ વિતરણ કાર્યક્રમ નું સંચાલન જાવિદ ખરોડીયા અને સરફરાઝ ઉમર તથા અસ્લમ બોબાત એ કર્યું હતું.જુબેર બોબાતે પોતાના કિંમતી સમય નો ભોગ આપી પધારેલા સમગ્ર મહેમાનો નો આભાર માન્યો હતો

1616386856561.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!