જામનગર જીલ્લામા તહેવાર નીમીતે હથીયારબંધીનું જાહેરનામુ

આગામી દિવસોમાં ધુળેટી તથા ગુડ ફ્રાઈડે જેવા તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ થી રાજેશ સરવૈયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭-(૧) હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ તારીખ ૭ એપ્રિલ ૨૦૨૧ના ૨૪-૦૦ કલાક સુધી જામનગર જિલ્લામાં બંધી ફરમાવી છે.
આ સમય દરમ્યાન શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી લાકડી અથવા લાઠી અથવા શારીરિક ઈજા પહોંચાડી શકે તેવા કોઈ પણ સાધન લઈ જવા નહીં કોઈ પણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂ ગોળા વગેરે પદાર્થો લઈ જવા નહીં, પથ્થરો અથવા ફેકી શકાય એવી બીજી વસ્તુ ફેંકવા કે લાવાના યંત્રો સાથે લઈ જવા નહીં, મનુષ્ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા કે બાળવા નહીં. અપમાનો કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવા નહીં. ગીતો ગાવા નહિ અને ટોળામાં ફરવું નહીં. પરવાનેદાર હથિયાર ધારકો ઍ હથિયાર સાથે શોપિંગ મોલ કે સિનેમા હોલમાં તથા એમ.પી.શાહ મ્યુનિ. ટાઉન હોલમાં પ્રવેશવુ નહીં.
આ જાહેરનામુ ફરજ પરના અધિકારીઓ કે કર્મચારીઓ કે હોમગાર્ડઝ, ગ્રામરક્ષક દળના સભ્યો કે જેમને ફરજ નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય તેને તેમજ સરકારી અધિકારી/કર્મચારી હથિયાર ધરાવતા હોય તેને તેઓને શારીરિક અશક્તિને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય તેને પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી થી ઉતરતા દરજજાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજાને, યજ્ઞોપવિત અપાતું હોય તેવા બળવા અને દંડ રાખેલ હોય તેને, પોલીસ અધિક્ષક શ્રી અગર તો તેઓશ્રીએ નિયુક્ત કરેલ અધિકારીશ્રીની કાયદેસરની પરવાનગી મેળવેલ વ્યક્તિને, કિરપાણ રાખેલ શીખને લાગુ પડશે નહી.
આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંઘન બદલ ઓછામાં ઓછા ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબની દંડની સજા થશે.
રિપોર્ટ : જીતેન્દ્ર નડિયાપરા (જામનગર)