સિન્ધી સમાજના નૂતન વર્ષ ચેટીચંડની ઉજવણી તથા શોભાયાત્રા કોરોનાના કારણે નહીં યોજાય

વધતા જતા કોરોના સંક્રમણ ને પગલે સિન્ધી સમાજની પ્રેરણાદાયી પહેલ
ચેટીચંડની ઉજવણી સાદાઇપૂર્વક સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન અને શ્રી ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ સહિત સિન્ધી સમાજના વિવિધ સંગઠનોનો નિર્ણય
જૂનાગઢ : જૂનાગઢમાં પ્રતિવર્ષ સમસ્ત સિન્ધી સમાજ દ્વારા સિન્ધી સમાજના નૂતન વર્ષ અને શ્રી ઝૂલેલાલ પ્રાગટય દિન નિમિત્તે ચૈત્રીબીજના દિવસે ચેંટીચંડ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જેમાં શહેરના સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા સિન્ધી સાંસ્કૃતિક કાર્યક્રમો અને જ્ઞાતિના સમૂહ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવે છે, જ્યારે શ્રી ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ઝૂલેલાલ સાહેબની ઝાંખીઓની શોભાયાત્રા ચેટીચંડના બીજા દિવસે જૂનાગઢમાં યોજાતી હોય છે. ત્યારે આ વખતે વધતા જતા કોરોનાના સંક્રમણને પગલે સિન્ધી સમાજે નવી પહેલ કરી સૌ માટે પ્રેરણાદાયી પગલુ ભરી ચેટીચંડની ઉજવણી સાદાઈપૂર્વક કરવાનું નકકી કર્યુ છે.
હાલમાં સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે જૂજતો હોય, કોરોનાનું સંક્રમણ લોકો માટે જીવલેણ સાબીત થતુ હોય સરકારશ્રીના સ્વાસ્થ જાગૃતિ અને કોરોના સામેની લડતને વધુ મજબૂત બનાવવા જાહેર હિતમાં આ વર્ષે ૧૩ મી એપ્રિલે ચેટીચંડ મહોત્સવની ઉજવણી, શોભાયાત્રાના કાર્યક્રમો તેમજ સમૂહ ભોજનનું આયોજન સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન, શ્રી ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ, શ્રી ઇચ્છાપૂર્ણ ઝૂલેલાલ મંદિર (સિન્ધી સોસાયટી), શ્રી અંબિકા નગર સિન્ધી જનરલ પંચાયત, શ્રી ઝૂલેલાલ મંદિર (આદર્શ નગર), શ્રી ઝૂલેલાલ મંદિર (સુખનાથ ચોક), સિન્ધી લોહાણા (રિયાસત) જનરલ પંચાયત, રાયજીબાગ સહિત શહેરના વિવિધ ગુરૂદ્વારા, સંગઠનો, સોસાયટીઓ તેમજ યુવક મંડળ દ્વારા બંધ રાખવામાં આવ્યૂં છે. ચેંટીચંડ મહોત્સવ હવે માત્ર પોત પોતાના વિસ્તારમાં ઝૂલેલાલ મંદિર તથા ભેરાણો સાહેબના દર્શન-પૂજન કરીને મનાવવાનો રહેશે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ