રૂપલબેન શાહે વેન્ડિંગ મશીન બનાવ્યું

- લોકોને માસ્ક સરળતાથી મળી રહે તે માટે માસ્ક વેન્ડિંગ મશીનની વ્યવસ્થા
સુરતના પૂર્વ કોર્પોરેટર રૂપલબેન શાહે તેમના મિત્ર ઋષભ સાથે મળીને વેન્ડિંગ મશીન બનાવ્યું જેમાં 5 હજાર માસ્ક મૂકી શકાય છે. સુરતમાં એક રૂપિયાનો સિક્કો મશીનમાં નાંખીએ તો એક માસ્ક બહાર આવશે. સુરતના સામાજિક કાર્યકર્તા અને પૂર્વ કોર્પોરેટર રૂપલબેન શાહે તેમના મિત્ર ઋષભ સાથે મળીને વેન્ડિંગ મશીન બનાવ્યું કોરોનાને લઈને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા માસ્ક ફરજિયાત પહેરવા માટે સતત આદેશ આપવામાં આવી રહ્યા છે.
માસ્ક વગર દેખાતા લોકો પાસેથી દંડ ઉઘરાવવા માં આવે છે. જેમાં ઘણીવાર ઘર્ષણના બનાવો પણ બને છે. સુરત NGO અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પ્રથમ માસ્ક વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યું છે. સુરત બસ સ્ટેન્ડ ખાતે લોકોની અવરજવર ખુબ મોટા પ્રમાણમાં હોવાથી લોકોને માસ્ક સરળતાથી મળી રહે તે હેતુથી માસ્ક વેન્ડિંગ મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે.એક રૂપિયો રૂપિયા નાંખીને માસ્ક મેળવી શકશે હાલમાં કોરોનાની મહામારી ને લઈને માસ્ક પહેરવું ખૂબ જ અનિવાર્ય થઈ ગયું છે તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા માસ્ક વગર દેખાતા લોકો પાસેથી દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે.
ઘણીવાર લોકો ઉતાવળમાં માસ્ક ભૂલી જતાં હોય છે અને તેઓએ દંડ ભરવો પડતો હોય છે.આવું ના થાય અને લોકોને જરૂરિયાત સમયે માસ્ક મળી રહે તે માટે સુરતના સામાજિક કાર્યકર્તા અને પૂર્વ કોર્પોરેટર રૂપલબેન શાહે તેમના મિત્ર ઋષભ સાથે મળીને વેન્ડિંગ મશીન બનાવ્યું છે.આ અંગે રૂપલ બેન કહે છે કે આ મશીન એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેમાં 5 હજાર જેટલા માસ્ક મૂકી શકાય છે. કોઈપણ વ્યક્તિ કે જે માસ્ક ભૂલી ગયો હોય તે આ મશીનમાં એક રૂપિયો રૂપિયા નાંખીને માસ્ક મેળવી શકશે.