દાંતા પોલીસ સ્ટેશનમા કોરોના પહોંચ્યો, 7 જવાન પોઝેટીવ

કોરોના નો કહેર સમગ્ર વિશ્વમાં વ્યાપ્યો છે ત્યારે ગુજરાત મા પણ કોરોનાના કેસોમા વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડુ મથક પાલનપુર થી 40 કિલોમીટર દુર આવેલા દાંતા તાલુકામાં પણ કોરોના કેસોમા સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે દાંતા પોલીસ સ્ટેશન મા કોરોનાનો ભરડો જૉવા મળ્યો હતો અને એકસાથે 7 પોલીસ જવાન કોરોના પોઝેટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
દાંતા પોલીસ સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે દાંતા પોલીસ સ્ટેશનમા થોડા મહિના પહેલાં પોલીસ સ્ટાફને કોરોના વેક્સિન આપવામાં આવી હતી અને ત્યારબાદ દાંતાના વિવિધ લોકોને પણ વેક્સિન આપવામાં આવી હતી ત્યારે આજે દાંતા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા 7 પોલીસ જવાનને કોરોના પોઝેટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
દાંતા પીએસઆઈ ની નમ્ર અપીલ
દાંતા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એચ એલ જોષી દ્રારા તમામ દાંતા વાસીઓને સંદેશો આપવામા આવ્યો છે કે કામ વગર દાંતા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવી નહી અને કામ સિવાય ઘરની બહાર બિનજરૂરી નીકળવું નહી, તમામ લોકો મોઢે માસ્ક પહેરીને બહાર નીકળે અને ભીડમા જવું નહિ.