જેઠલજમાં ભેંસના તબેલામાં જુગાર રમતા 6 શખસ ઝડપાયા

જેઠલજમાં ભેંસના તબેલામાં જુગાર રમતા 6 શખસ ઝડપાયા
Spread the love

કલોલના સાંતેજ પોલીસ મથકની હદમાં આવેલા જેઠલજ ગામે ભેંસોના તબેલામાં જુગાર રમતા અમદાવાદ અને કડીના 6 શખસ ઝડપાઈ જતા પોલીસે તેમની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જેઠલજ ગામથી ઈશનપુર જતા રોડ પર મહેમુદ અહેમદભાઈ મલેકના ભેંસોના તબેલામાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે સાંતેજ પોલીસે દરોડો પાડયો હતો.

જેમાં જુગાર રમી રહેલા સમીર સાબીરહુસેન ચિપા (રહે.સી-7,ટી-1, મકકાનગર, વેજલપુર, અમદાવાદ), ફારૂક અહેમદ શેખ (રહે. સરખેજ જુહાપુરા,સંકલીતનગર, સરખેજ, અમદાવાદ), રિયાઝ મોહસીન અહેમદ અરબ (રહે.એ.1,જુહાપુરા, અમદાવાદ), કરીમ ઈદાભાઈ સીપાહી (રહે.પંથોડા હાઈસ્કૂલની સામે પંથોડા, તા.કડી, જી.મહેસાણા), રફિક નુરભાઈ શેખ (રહે.33 બાગેનુર સોસાયટી, મકકાનગર નીહતી સામે,વેજલપુર, અમદાવાદ), સલીમ સમત વોરા (રહે.નસેમત સોસાયટી, જુહાપુરા, અમદાવાદ)ને જુગાર રમવાના સાધન સાહિત્ય સહિત દાવ પરથી 1,650 તેમજ અંગ ઝડતીમાં રૂ. 8,660 મળી કુલ રોકડા 10,310 સાથે ઝડપી પાડયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!