અંબાજી કૉવિડ હોસ્પિટલ ખાતે 5 દિવસમાં 7 દર્દીના મોત, પરશુરામ મંદિરના પૂજારીનું પણ મોત

અંબાજી કૉવિડ હોસ્પિટલ ખાતે 5 દિવસમાં 7 દર્દીના મોત, પરશુરામ મંદિરના પૂજારીનું પણ મોત
Spread the love

ગુજરાત મા કોરોના નો કહેર યથાવત રહ્યો છે ત્યારે ગુજરાત ના તમામ વિસ્તારોમાં હોસ્પિટલ હાઉસફૂલ થઈ ગયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આવીજ હાલત જૉવા મળી રહી છે જેમા કોરોના દર્દીની સારવાર માટે આવેલી કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ થઈ ગઈ છે, ઘણી હોસ્પિટલ માં ઓક્સીજન ની ભારે અછત સર્જાઈ રહી છે ત્યારે અંબાજી ખાતે આવેલા કોરોના હોસ્પિટલ ખાતે પણ આજે સારવાર લઈ રહેલા વધુ 3 દર્દીનું મૃત્યુ થયું છે અને આમ કુલ 5 દિવસમા 7 દર્દી મૃત્યુ પામ્યા છે જે ગંભીર બાબત કહી શકાય.

અંબાજી ખાતે આવેલી સરકારી હોસ્પિટલ માં 13 એપ્રીલ થી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે અને અહીં કુલ 44 દર્દી સારવાર કરાવતા હતા જે પૈકી 5 દિવસમાં 7 દર્દીના મૃત્યુ પામ્યા છે જે ગંભીર બાબત કહી શકાય, હોસ્પિટલ વિભાગ તરફથી તમામ દાખલ દર્દીની સારવાર સારી રીતે કરવામા આવી રહી છે અને જે ગંભીર દર્દી છે તેમની પણ તકેદારી રાખવામાં આવે છે અને ઓક્સીજન નો સ્ટોક ઓછો આવતો હોવા છતાં તમામ દર્દીને ઓક્સીજન આપવામાં આવે છે તેમ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર શોભા ખંડેલવાલ એ જણાવ્યું હતું. આજે કેટલાક દર્દી વાહનો મા બેસેલા જૉવા મળ્યા હતા પણ તેમને સારવાર મળી નથી જે ગંભીર બાબત કહી શકાય

પરશુરામ મંદિરના પૂજારીનુ પણ નિધન
આજે 12 વાગે આસપાસ અંબાજી મંદિર ટ્રસ્ટ ના પરશુરામ મહાદેવ મંદિર ખાતે પૂજારીની કામગીરી સંભાળતા તુલસીરામ જોષી નું સીવિલ ના ગેટ પર ઢળી પડ્યા હતા અને તેમનું દુઃખદ અવસાન થયું હતું, તેમના અવસાન થતાં અંબાજી ખાતે શોક ની લાગણી છવાઈ ગઈ હતી

માત્ર 5 દિવસમાં 7 દર્દીનાં મોત
અંબાજી કોવિડ હોસ્પીટલ ખાતે છેલ્લા 5દિવસમાં7 દર્દીનાં મોત થયા હતા જે અતિ ગંભીર બાબત કહી શકાય અને હજી પણ કેટલાંક દર્દી ગંભીર હોવાની માહીતી સાંપડી છે, સરકાર દ્વારા અહીં તાત્કાલીક ઓક્સીજન ની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આજે થોડા કલાક પહેલા આવેલો દર્દી મૃત્યું પામ્યો હતો. કુલ 7 દર્દીમાંથી 5 પુરુષ અને 2 મહિલાના મોત થયા હતા.

IMG_20210424_131116.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!