ખેડબ્રહ્મા: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક મહાસંઘ ગુજરાત દ્વારા કોરોના જાગરૂકતા અભિયાન

ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક મહાસંઘ ગુજરાત દ્વારા તારી 25 4 2021 થી તારીખ 9 5 2021 સુધી ના આ અભિયાનમાં ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક
પ્રતિદિન મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ઓછામાં ઓછા દસ વ્યક્તિને કોરોના સામેની લડાઈમાં અને વેક્સિનેશન માટે જનતાની જાગૃતિ માટે વર્ચ્યુઅલ અભિયાન ચલાવશે.
રાષ્ટ્રીય ગ્રાન્ટેડ પ્રાથમિક મહાસંઘ ગુજરાતના દરેક જિલ્લાના ઘટક સંઘો પોતાના જિલ્લામાં ઓછામાં ઓછા ૩૦૦૦ કે તેનાથી વધુ પેમ્પલેટ બનાવી સરકારની ગાઈડલાઈન મુજબ લોકોમાં જાગૃતતા લાવવા પ્રયત્ન કરશે. કોરોનાથી ગભરાશો નહીં સાવચેતી જરૂરી રાખશો. ગમે ત્યાં થૂકવાનું બંધ કરીએ, સાબુથી વારંવાર હાથ જોઈએ, હંમેશા માસ્ક પહેરીને જ રાખીએ, એકબીજાથી ઓછામાં ઓછું બે મીટર નું અંતર અચૂક રાખીએ. બિનજરૂરી બહાર જવાનું ટાળી ઘરમાં જ રહીએ… દવા પણ, કડકાઈ પણ…
- હવે દેશના યુવા વર્ગને પણ મળશે રસી
- ૨૮ એપ્રિલથી શરૂ થશે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા
- 1મેથી 18 વર્ષથી મોટી ઉંમરના દરેક લોકોને અપાશે રસી
- બે ડોઝ રસીના હારશે કોરોના
- સરકાર શ્રી ની ગાઈડ લાઈન પ્રમાણે લોકોમાં ખોટા મેસેજ ન ફેલાવીએ અને કોરોના અંગેની સાચી સમજ આપીએ.
- વેકસીન કોરોના થી બચવા માટેનું અમોઘ શસ્ત્ર છે વેક્સિન જરૂર લઈએ
- ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત
ધીરુભાઈ (ખેડબ્રહ્મા)