ખેડબ્રહ્મામાં તારીખ 1 લી મે થી 7 મે સુધી lockdown જાહેર

આજરોજ તારીખ 28 4 2021 ના રોજ સાંજે 4:00 કલાકે માર્કેટ યાર્ડના હોલમાં પ્રાંત અધિકારી શ્રી શાહ સાહેબ ના અધ્યક્ષ સ્થાને ખેડબ્રહ્મા વેપારી મહામંડળની મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં આજની વિકટ પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવા અને lockdown અંગે ચર્ચા કરવા દરેક વેપારી મહામંડળના કારોબારી સભ્યશ્રીઓ ને પોતાના વિચારો રજૂ કરવા હાજર રાખવામાં આવ્યા હતા. જેમાં કોરોના મહામારીમાં દિન-પ્રતિદિન કેસોનું પ્રમાણ વધતું હોય lockdown કરવું કે કેમ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી મને સર્વાનુમતે lockdown અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં તારીખ 1લી મેથી 7મે સુધી ખેડબ્રહ્મા શહેરમાં lockdown જાહેર કરવામાં આવ્યું હતું.
ધીરુભાઈ (ખેડબ્રહ્મા)