સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ સેન્ટર ઉભા કરાશે

સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ સેન્ટર ઉભા કરાશે
Spread the love

સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ મળી રહ્યા છે. ત્યારે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કોરોનાની અસર જણાતા હોય તેવા દર્દીઓને ગ્રામ્ય કક્ષાએ જ સારવાર મળી રહે તે મુજબની વ્યવસ્થા ઉભી કરવા ગામના સરપંચ અને આગેવાનોને અપીલ કરવામાં આવી છે.  જિલ્લાના જે ગામડાઓમાં કોરોનાના કેસ હોય અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરીયાત ન હોય તેવા એસિમ્પ્ટોમિક દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તેમજ યોગ્ય આઇસોલેશન થઇ શકે તે ગામડાના કોમ્યુનિટી હોલ તેમજ પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામા જિલ્લા કલેકટર શ્રી ડૉ. રાજેન્દ્ર પટેલ દ્વારા ગામના સરપંચ અને આગેવોને અપીલ કરી છે, જેથી જયાં પણ કોવિડ દર્દી હોય તેના આસપાસના પરીવારજનો અને ફળીયામાં વધતા સંક્રમણને અટકાવી શકાય, જયાં દર્દીને રહેવા, જમવા તથા શૌચાલયની સગવડ ઉભી કરવા પણ ભલામણ કરાઇ છે. જો આ પ્રકારે કોમ્યુનિટી હોલમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવે તો નજીકના આરોગ્ય સેન્ટરના કર્મચારી દ્વારા તેનું નિયમિત ચેકઅપ તેમજ યોગ્ય સારવારની વ્યવસ્થા  જિલ્લા વહિવટીતંત્ર દ્વારા પુરી પાડવામાં આવશે.

ધીરુભાઈ (ખેડબ્રહ્મા)

IMG20201005123000.jpg

Dhirubhai Parmar

Dhirubhai Parmar

Right Click Disabled!