બનાસકાંઠા જિલ્લામાં 15 મે સુધી જન સેવા કેન્દ્ર બંધ રહેશે
- ઇ-ધરા કેન્દ્રો બંધ રહેશે
હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ બનાસકાંઠા જિલ્લાની જાહેર જનતાને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે કે, જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય તેમજ નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવી શકાય તે માટે સરકારશ્રીની સુચનાનુંસાર તથા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો તથા ઈ-ધરા કેન્દ્રો આગામી તા.૧૫/૦૫/૨૦૨૧ સુધી નાગરિકોના હિતમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં અગત્યની જરૂરીયાત જણાય તો કચેરીના વડાનો સંપર્ક કરવા બનાસકાંઠા જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલે અખબારી યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)