રાજુલાના પીપાવાવ શિપયાર્ડમાં બંધ ઓક્સિજન પ્લાન્ટ તાકીદે શરૂ કરો

રાજુલાના પીપાવાવ શિપયાર્ડમાં બંધ ઓક્સિજન પ્લાન્ટ તાકીદે શરૂ કરો
Spread the love
  • જિલ્લાના પૂર્વ સાંસદ અને લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને મુખ્યમંત્રી ને પત્ર પાઠવી માંગ કરી

અમરેલીના પૂર્વ સાંસદ અને લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર પાઠવી રાજુલના પીપાવાવ શિપયાર્ડમાં બંધ પડેલ ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક અસરથી શરૂ કરવા પત્ર પાઠવી પ્રબળ માંગ કરેલ છે. તેઓએ પત્રમાં જણાવ્યું છે કે સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોનાની ભયંકર પરિસ્થિતિ છે તે આપણે સૌ જાણીએ છીએ અને ઓક્સિજનની પણ ભારે અછત સર્જાય રહી છે લોકો ઓક્સિજન વગર મોતના મુખમાં ધકેલાય રહ્યા છે તે પણ એક વરવી વાસ્તવિકતા છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ શિપયાર્ડમાં બંધ પડેલ ઓક્સિજન પ્લાન્ટ કેમ શરૂ કરવામાં આવતો નથી ત્યારે તાકીદે અહીં ઓક્સિજનનો પ્લાન્ટ શરૂ કરી લોકોને ઓક્સિજનની અછતમાથી બહાર લાવવા જોઈએ.

તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં કપરી પરિસ્થિતિમાં ઘણીબધી સામાજિક સંસ્થાઓ ઓક્સિજનની બોટલ આપવામાં તેમજ રિફિલિગ કરવામાં આગળ આવી છે જેનાથી ઘણી રાહત છે નહિતર ઓક્સિજનના વાંકે મૃત્યુ આંક હજુ ઊંચો ગયો હોત ત્યારે અહીં પીપાવાવ શિપયાર્ડમાં વર્ષો પહેલાં ઓક્સિજનનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો અને થોડા વર્ષો કાર્યરત બાદ છેલ્લા દસ બાર વરસ થી બંધ હાલતમાં છે હાલ આપણે અન્ય દેશમાંથી મોંઘા ભાવે ઓક્સિજન આયાત કરી રહ્યા છીએ બિરલા જેવી કમ્પનીઓ ૧૫ દિવસમાં પ્લાન્ટ શરૂ કરી શકતી હોય ત્યારે અહીં પીવવાવમાં ઓક્સિજનનો પ્લાન્ટ તાકીદે શરૂ કેમ નો કરી શ.કીએ તેમ અંતમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતુ.

IMG_20210430_195823.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!