જામનગરમાં કોરોનાના 748 કેસ સામે 618 દર્દી ડિસ્ચાર્જ, 101 મોત

- 24 કલાકમાં શહેરમાં 396 અને જિલ્લામાં 352 લોકો સંક્રમિત
જામનગરમાં શુક્રવારે કોરોનાના 748 કેસ સામે 618 દર્દી ડિસ્ચાર્જ થયા હતાં. જો કે, 101 દર્દીના મોત નિપજ્યા હતાં. 24 કલાકમાં શહેરમાં 396 અને જિલ્લામાં 352 લોકો સંક્રમિત થયા હતાં. રીકવરી રેટ વધ્યો છે પણ સામે સંક્રમણ બેકાબૂ રહેતા કેસનો રાફડો યથાવત રહ્યો છે.
જામનગરમાં શુક્રવારે પુન: મૃત્યુદર વધ્યો છે. કારણ કે, ગુરૂવારે રાત્રીથી શુક્રવારે સાંજ સુધીમાં જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં 101 દર્દીના મોત નિપજયા હતાં. જ્યારે ગુરૂવારે એક જ દિવસમાં શહેરમાં 396 અને જિલ્લામાં 352 મળી કુલ 748 લોકો સંક્રમિત થયા હતાં. જ્યારે શહેરમાં 359, જિલ્લામાં 259 મળી કુલ 618 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતાં. તંત્રના ચોપડે ગુરૂવારે શહેરમાં 9 અને જિલ્લામાં 8 મળી કુલ 17 દર્દીના મોત નિપજ્યાનું નોંધાયું છે.
– રોહિત મેરાણી (જામનગર)