ડભોઇ નગરપાલિકાના મેલેરિયા ખાતાના કર્મચારી નિવૃત થતા સહકર્મચારીઓ દ્વારા ફુલહાર કરાયું

ડભોઇ નગરપાલિકા ના મેલેરિયા ખાતા ના કર્મચારી જગદીશ પટેલ નિવૃત થતા સાથી કર્મચારીઓ દ્વારા તેઓનું ફુલહાર કરી અભિવાદન કરતા તેઓની વિદાય કરી હતી. ડભોઇ નગરપાલિકાના મેલેરિયા ખાતા માં જગદીશભાઈ પટેલે વર્ષો થી નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી નગરપાલિકાને સેવા પૂરી પાડી હતી. આજરોજ તેઓનું ફરજ પરનું કાર્યકાળ પૂરું થતા ડભોઇ નગરપાલિકાના સહ કર્મચારીઓ દ્વારા તેઓનું ફુલહાર કરી વિદાય સમારંભ રાખવામા આવ્યું હતું. નિવૃત્તિના દિવસો સુખ શાંતિ થી પસાર કરે તેવી શુભેચ્છા આપી હતી. આ સાથે જ ત્યાં હાજર સહ કર્મચારી તેમજ મિત્રો સંજય ભાઈ ઇનામદાર,સલીમભાઈ બેલીમ, અતુલભટ્ટ, અરુણભાઈ વાળંદ સહિત અન્ય સ્ટાફના મિત્રો હજાર રહ્યા હતા.