ડભોઇ તાલુકા ભારતીય કિશાન સંઘ દ્વારા નજીવા દરે ફ્રુટ નું વેચાણ પ્રજાને આર્થિક રાહત
ડભોઇ તાલુકા ભારતીય કિશાન સંઘ દ્વારા નજીવા દરે ફ્રુટ નું વેચાણ પ્રજાને આર્થિક રાહત
નજીવા દરે તરબૂચ વેચાણ કર્યા આગામી દિવસો માં શાકભાજી અને અનાજ વેચાણ નું આયોજન
ડભોઇ તાલુકા ભારતીય કિશાન સંઘ દ્વારા આજરોજ નવી પહેલ શરૂ કરતાં ગ્રાહકો ને ખેડૂત પાસે થી સીધો માલ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.જે પૈકી આજ રોજ ડભોઇ તાલુકા કિશાન સંઘ દ્વારા ડભોઇ ની પ્રજા માટે નજીવા દરે તરબૂચ નું વેચાણ કરવામાં આવ્યું હતું.ડભોઇ ના એસ.ટી ડેપો વિસ્તાર માં કિશાન સંઘ દ્વારા ટેમ્પો માં તરબૂચ નો માલ ભરી નજીવા દર માં વેચાણ માટે મુકવામાં આવ્યું હતું.જ્યાં જોત જોતા માં આખી ગાડી ગણતરી ના કલાકો માં જ ખાલી થતા તરબૂચ નો જથ્થો વેચાયી ગયો હતો.તદ્દન નજીવા દરે તરબૂચ મળતા પ્રજા માં આનંદ ની લાગણી જોવા મળી હતી.ભારતીય કિશાન સંઘ ને આજરોજ પ્રજા તરફ થી સારો પ્રતિસાદ મળતા આગામી દિવસો માં કિસાન સંઘ શાકભાજી અને અનાજ નું પણ વેચાણ શરૂ કરશે નું ભારતીય કિશાન સંઘ ના ડભોઇ તાલુકા ના સંયોજક કલ્પેશ પટેલ તેમજ ભારતીય કિશાન સંઘ વડોદરા જિલ્લા ના સંયોજક સુરેશભાઈ પટેલ સાથે થયેલ વાત ચીત માં જાણવા મળ્યું હતું.એક તરફ કોરોના મહામારી મા ધંધા રોજગાર માં મંદી નો માહોલ છે ત્યારે કિશાન સંઘ દ્વારા આ પહેલ થી ગરીબ તેમજ મધ્યમ વર્ગ ના લોકો ને નજીવા દરે ફ્રુટ મળી રહેશે તેમજ તેઓને આર્થિક ફાયદો થશે.અને મોંઘવારી માં રાહત મળશે.