ગાંધીનગર જિલ્લામાં NFSAના રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજનું વિતરણ કરાયું

જિલ્લામાં મંગળવારથી સરકાર દ્વારા નક્કી કરેલા દરે નિયમિત મળવાપાત્ર જથ્થો તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અનાજનું વિતરણ શરૂ કર્યું છે. જેમાં વ્યક્તિ દીઠ 3.50 કિલોગ્રામ ઘઉં અને 1.5 કિલોગ્રામ ચોખાનો વધારોનો જથ્થો વિનામૂલ્યે અપાય રહ્યો છે. આ વિતરણ આગામી 20 મે સુધી કરવામાં આવશે. કલેકટર ર્ડા.કુલદીપ આર્યના માર્ગર્દશન હેઠળ સમગ્ર વિતરણ પ્રક્રિયા સુચારૂ રૂપે પૂર્ણે થાય અને રેશનકાર્ડ ધારકોને તેઓને મળવાપાત્ર જથ્થો મળે છે કે કેમ? તે જોવા ટીમો રચાઈ છે.
જેમાં તાલુકા મામલતદારકક્ષાએથી વિતરણનાં સમય દરમિયાન તપાસણી કરવામાં આવશે. જિલ્લા અને તાલુકા કક્ષાએ 079-23259182 પર ફરિયાદ કરવા અંગે કંન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારી નિરૂપા ગઢવીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં મંગળવારથી શરૂ થયેલી કામગીરીમાં 355 વાજબી ભાવની દુકાનો દ્વારા 1,70,171 એન.એફ.એસ.એસએના રેશનકાર્ડ ધારકોને અનાજ અપાશે. જેમાં રેશનકાર્ડના બુકલેટનો છેલ્લો અંાક 2 હોય તેમને 12 મે, આંક 3 હોય તેને 13 મે , આંક 4 હોય તો 14 મે, આંક 5 હોય તો 15, ૧૫મી મે, 6 આંકવાળાને 16 મે, આંક 7 હોય તો 17 મે, આંક 8 હોય તો 18 મે, 9 આંકવાળાને 19 મે તથા આંક ૦ હોય તો 20 મેના રોજ અનાજનું વિતરણ કરવામાં આવશે.’