ખેડબ્રહ્મા : કોરોના મહામારીમાં મનસુરી સમાજના યુવાનો દ્વારા ઓક્સિજન બાટલાની સેવા સેવા

સાબરકાંઠા જિલ્લામાં મન્સૂરી સમાજના યુવાનો દ્વારા ઓક્સિજન બાટલાની વિનામૂલ્યે સેવા. મનસુરી સમાજના યુવાનો દ્વારા ઓક્સિજન બોટલ વસાવવા માટે બે ચાર દિવસ પહેલા જ એક હેલપફુલ હયુમાનિટી સાબરકાંઠા નામનું એક ગ્રુપ બનાવ્યું હતું. જેમા ઓક્સિજન બોટલ માટે મનસુરી સમાજ ના યુવાનોને દાન માટે પ્રેરિત કર્યા હતા. એ સમયે તરત જ મનસુરી સમાજ ના દાનવીરો દ્વારા અવિરત દાન નો ફાળો ચાલુ થયો હતો.
ફકત ચાર દિવસ માં ૧.૭૫ લાખ રૂપિયા જેટલો ફાળો એકઠો થયો હતો.મનસુરી સમાજના તમામ યુવા મિત્રો જબરદસ્ત પ્રતિસાદ આપ્યો હતો. કોરોના વાયરસના કપરા સમયમાં માનવ સેવા માટે ઓક્સિજન બોટલ અમદાવાદથી હિંમતનગર મૂકામે લાવી દરેક તાલુકા મથકે જવાબદાર વ્યક્તિની નિમણુંક કરી એમને ૪ બોટલ આપી માનવ સેવા કરવાની પહેલ કરવામાં આવી છે આયોજકો એ તમામ મનસુરી સમાજના યુવાનો નો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
જેમાં આ સમગ્ર જવાબદારી મનસુરી સમાજ ના યુવા મિત્રો મનસુરી ઈબ્રાહિમભાઈ રહે. માથાસુર તથા મનસુરી ગુલાબભાઈ બેરણાવારા રહે હિંમતનગર તેમજ મનસુરી સાજીદભાઈ રહે. હિમતનગર અને મનસુરી વલીભાઈ રહે.ખેડ ચાદરણીએ સમગ્ર સાબરકાંઠા ના લોકોની સેવા માટે ફુલ નહિ તો ફુલની પાંખડી રૂપે મનસુરી સમાજ મદદરૂપ બને એ ભાવનાથી કામ કર્યું છે જન સેવા એજ પ્રભુ સેવા… ખિદમત સે ખુદા મિલતા હૈ…. मजहब ये नहीं सिखाता है कि आपस में बैर रखो એ સૂત્ર ને સાર્થક કરતાં મનસુરી સમાજના યુવાનો એ એક પ્રેરણા રૂપ કામ કર્યું છે.
ધીરુભાઈ ખેડબ્રહ્મા