હળવદ પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો : નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

- સુંદરગઢ ગામમાં વીજ શોક લાગવાથી ગાયને વાછરડાનું મોત હળવદ બસ સ્ટેન્ડ માં વૃક્ષ ધરાશાયી ખેડૂતોને તલના પાકને નુકસાન
વાવાઝોડું અને વરસાદની આગાહીના પગલે હળવદમાં મંગળવારે વહેલી સવારથી વરસાદી ઝાપટું પડયું હતું તેમજ સવારે ૮થી ૧૦ દરમિયાન ધીમીધારે વરસાદ પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારો માં વરસાદી પાણી ભરાયાં હતાં વાવાઝોડું ના પગલે બસ સ્ટેશન મા એક વૃક્ષ ધરાશય થયું હતું તેમજ સરા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.
વાવાઝોડું અને વરસાદની આગાહીના પગલે સોમવારે મોડી રાત્રે આકાશમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું ઠંડુગાર પવન સર્જાયો હતો ત્યારે મંગળવારે વહેલી સવારે પાંચ વાગ્યાથી ધીમીધારે વરસાદ પડતા હળવદ શહેર અને આસપાસનાગામોસાપકડા, ચરાડવા, ઘનશ્યામપુર, સુંદરગઢ, ધનશ્યામપુર, શિરોઈ, કડીયાણા.સહિતના ગામોમાં વરસાદ પડયો હતો ત્યારે હળવદના શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સરા રોડ, ટીકર રોડ, બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.
વરસાદના પગલે સવારમાં આકાશમાં વાદળ છાયુ વાતાવરણ સર્જાયું હતું વાવાઝોડુંના પગલે બસ સ્ટેશન મા વૃક્ષ ધરાશય થયું હતું કોઈ જાનહાની થઈ ન હતી વરસાદના કારણે ઠંડુગાર વાતાવરણ સર્જાયું હતું જોકે હજુ સુધી કોઈ વાવાઝોડાની અસર જોવા મળી નથી તેમ સુત્રો એ જણાવ્યું હતુ.
રીપોર્ટ : રમેશ ઠાકોર (હળવદ)