ખેડબ્રહ્મા : ઓલ ગુજરાત નર્સિંગ સ્ટાફ સ્ટ્રાઇક પર

- કેન્દ્રના ધોરણે એલાઉન્સ અને ૧૫ જેટલી વિવિધ માગણીઓ સાથે નર્સિંગ સ્ટાફ આજથી હડતાલ ઉપર
કોરોના મહામારી મા રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહેલા નર્સિંગ સ્ટાફ ની પડતર માગણીઓ સાથે હડતાળ પર ઉતરી જતા સરકાર એકાએક ઊંઘમાંથી જાગી હતી
સમગ્ર ગુજરાત રાજ્ય નર્સિંગ એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકારના ધારાધોરણ સાથે એલાઉન્સ અને ગ્રેડ પે, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા, નર્સિંગ સ્ટુડન્ટના સ્ટાઇપન્ડ માં વધારો કરવા, નર્સિંગ સ્ટાફની અછત સહિતની વિવિધ માગણીઓ સાથે હડતાળની ચીમકી ઉચ્ચાર્યા બાદ અમદાવાદ સીવીલ તેમજ ગુજરાત રાજ્ય તમામ નર્સ સ્ટાફની ૧૮મેથી હડતાળ પાડવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ ના પ્રતિનીધીઓ વચ્ચે બેઠક બોલાવવામાં આવી હતી અને હડતાળ પાછી ખેંચવાની અપીલ કરવામાં આવી હતી. આ હડતાલને તોડી પાડવા માટે વડોદરા ખાતે ફરજ બજાવી રહેલા નર્સિંગ એસોસિએશનના દીપકમલ વ્યાસ તથા ડોક્ટર મેહુલ ડેલીવાળા ની ગીર સોમનાથ અને ઈકબાલ કડીવાલા અને ડોક્ટર હેલયાની અમરેલી જિલ્લાના રાજુલા ખાતે 30 દિવસ માટે સ્પેશ્યલ પ્રતીનિયુકતી કરવામાં આવી હતી. ત્યારબાદ પણ એસોસિએશન દ્વારા હડતાલના કાર્યક્રમને યથાવત રાખવાનો નિર્ણય કરાયો હતો.
પ્રાપ્ત થતી વિગતો મુજબ જ્યારે નર્સિંગ એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકારના ધારાધોરણ સાથે એલાઉન્સ આપવામાં આવે તેવા આવેદનપત્ર નો સરકારે અસ્વીકાર કર્યો હતો પરંતુ પોતાની પડતર માગણીઓ ની માગણી સાથે સમગ્ર ગુજરાત રાજ્યના નર્સિંગ સ્ટાફે હડતાલનું શસ્ત્ર ઉગામી સરકારને ભીંસમાં લેવા પ્રયત્ન કર્યો હતો.
હવે જોવું એ રહ્યું કે રાત-દિવસ પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સમગ્ર ગુજરાતના લોકોની રાત દિવસ ખડેપગે રહી અવિરત સેવા કરી છે તે નર્સિંગ સ્ટાફ માટે સરકાર તેમની માગણીનો સ્વીકાર કરશે કે કેમ તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ધીરુભાઈ ખેડબ્રહ્મા