ભારતીય કિશાન સંઘ દ્વારા ખેડૂતોની પડતર માંગ પુરી કરવા આવેદન

- ખાતરભાવ વધારો, વાવાજોડાથી નુકશાનનું વળતર, એ.પી.એમ.સી દ્વારા ખરીદી બંધ જેવા મુદ્દાને અનુલક્ષી આવેદન
ભારતીય કિશાન સંઘ દ્વારા અલગ અલગ પડતર માંગણીઓ ને લઇ એડિશનલ કલેક્ટરને આવેદન આપી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી હતી. જેમાં હાલ ગુજરાત સરકાર દ્વારા રાસાયણિક ખાતરો ઉપર સરકાર દ્વારા કરવામાં આવેલ 60%જેટલા ભાવ વધારાનો વિરોધ, ઉપરાંત ગુજરાત માં રાષ્ટ્રીય કૃત બેંકોમાં ખેડૂતોએ લીધેલ લોનમાં વ્યાજની માફી, વાવાજોડામાં થયેલ નુકશાનના વળતર તેમજ એ.પી.એમ.સી દ્વારા ખેડૂતોનો માલ જેમ કે ચણા, ડાંગર, ઘઉં જેવી ખરીદી ઓચિંતી બંધ કરી દેવામાં આવેલ છે.
જેવી તમામ ખેડૂતોની પડી રહેલ મુશ્કેલી અને પડતર માંગને વાચા આપવા ભારતીય કિશાન સંઘ દ્વારા આજરોજ કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.જ્યાં ભારતીય કિશાન સંઘના વિભાગ સંયોજક ઠાકોરભાઈ પટેલ, જિલ્લા સંયોજક સુરેશભાઈ પટેલ, વડોદરા તાલુકા પ્રમુખ ઠાકોરભાઈ વ્યાસ, હાજર રહી કલેકટરશ્રીને ખેડૂતોની માંગણી તેમજ લાગણીને વાચા આપવા આવેદન આપી રજુઆત કરી હતી.