ડભોઇ થરવાસા ચોકડી પાસે બે રેતી ભરેલી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

ડભોઇ થરવાસા ચોકડી પાસે બે રેતી ભરેલી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત
Spread the love

ડભોઇ થરવાસા ચોકડી પાસે બે રેતી ભરેલી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

એક ઈકો ગાડી પણ અડફટે ” સદનસીબે કોઈ જાનહાની નહિ

ડભોઇ થરવાસા ચોકડી પાસે ગત રાત્રીના ૯:૩૦ કલાકે બે રેતી ભરેલી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો .જેમાં બંને ટ્રકો ને ભારે નુકસાન થયું હતું .પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઇ ન હતી.ગતરાત્રી ડભોઇ થરવાસા ચોકડી પાસે રેતી ભરેલી એક ટ્રક જી.જે.૦૬-એવી-૮૬૮૧ તથા અન્ય બીજી રેતી ભરેલી ટ્રક જી.જે.-૧૯-એક્ષ ૯૦૨૪ વચ્ચે ચોકડી પર વળાંક લેવા બાબતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.પરિણામે બંને ટ્રકોને ભારે નુકસાન થયું હતું જેમાં એક ટ્રક ની બેટરી માંથી આગ ફાટી નીકળી હતી .અને ડભોઇ નગરપાલિકાના ફાયર ફાઇટરો ને બોલાવવા પડ્યા હતા. ફાયર ફાઇટર આવતા આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.અકસ્માત ના પગલે ડભોઇ પોલીસ તંત્ર અને પોલીસના જવાનો સ્થળ પર પહોંચી અકસ્માતની આગળની તપાસ હાથ ધરી હતી અને ઇજાગ્રસ્ત ઇસમોને સારવાર અર્થે દવાખાને પહોંચાડવા માટે ૧૦૮ને પણ બોલાવી લેવામાં આવી હતી. પરંતુ જાણવા મળતી હકીકત મુજબ સદર બંને ટ્રકના ડ્રાઇવર સ્થળ ઉપર થી ફરાર થઈ ગયા હતા. વધુમાં જાણવા મળતી હકીકત મુજબ સદર બનાવના સ્થળે બે ટ્રકો વચ્ચે અકસ્માત થયેલો જ હતો તેવામાં એક ઈકો ગાડી નં.જી.જે ૦૬ કે.પી.૨૯૬૩ આવીને અકસ્માત પામેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આમ સદર બનાવનાવ સ્થળે ત્રણ વાહનોનો અકસ્માત સર્જાયો હતો.પરંતુ સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી. વડોદરા થી કેવડિયાને જોડતા હાઈવે ઉપર અકસ્માત થયો હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.જ્યાં અકસ્માત થયો હતો ત્યાં સદર રહેણાંક વિસ્તાર હોવાથી અકસ્માત જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા.
જાણવા મળતી હકીકત મુજબ થારવાસ ચોકડી પાસે અવારનવાર રેતી ભરેલી ટ્રકોના અકસ્માત થતા જ રહે છે .કારણ કે રેતી ભરેલી ટ્રકના ચાલકો ઓવરલોડ રેતી ભરીને બેફામ રીતે પોતાના વાહન હંકારતા હોય છે જેને પરિણામે આવા અકસ્માતો અવારનવાર સર્જાતા રહે છે .સ્થાનિક વિસ્તારના લોકોની માગણી છે કે આ હાઈવે ઉપર રહેણાંક વિસ્તાર હોવાથી આવી ચોકડીઓ ઉપર સ્પીડ બ્રેકર બનાવવા જોઈએ નહીં તો આ પ્રમાણે બેફામ હંકારાતા ભારદારી વાહનોને કારણે સ્થાનિક રહેવાસીઓને માથે અકસ્માતનું મોટું જોખમ રહે છે.જેના પગલે ક્યારેક નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઈ જાય તો નવાઈ નહીં. અકસ્માત ના બનાવ ના પગલે સ્થાનિક પોલીસ તંત્રએ આગળની તપાસ અને કાનૂની કાર્યવાહી આરંભી દીધી છે.

IMG-20210522-WA0008.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!