મોરબી જિલ્લા માહિતી અધિકારી ઘનશ્યામ પેડવાનો જન્મદિવસ

મોરબી જિલ્લા માહિતી અધિકારી ઘનશ્યામ પેડવાનો જન્મદિવસ
Spread the love

જિલ્લા માહિતી કચેરી, મોરબી ખાતે સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા મૂળ અંજારના ઘનશ્યામ પેડવાનો આજે (૨૩ મે) જન્મદિવસ છે. ૨૩-૫-૧૯૮૫ના જન્મેલા ઘનશ્યામ પેડવા ૨૪-૭-૨૦૧૯ થી મોરબી જિલ્લા માહિતી અધિકારી તરીકે સરકારી સેવામાં ફરજ બજાવી રહ્યા છે. અગાઉ ભુજ જિલ્લા માહિતી કચેરી ખાતે સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ગુજરાત રાજ્ય માહિતી ખાતા દ્વારા લેવાયલ પરીક્ષામાં ઘનશ્યામ પેડવા ઇન્ફોરમેશન આસિસ્ટંટ અને સિનીયર સબ એડીટર એમ બન્ને પોસ્ટ પરની પરીક્ષામાં તેઓ ઉતિર્ણ થયા હતા જેમાં તેમણે સિનીયર સબ એડીટર તરીકે પસંદગી કરતાં ભુજ માહિતી કચેરી ખાતે નિમણૂંક મળી હતી. ત્યાર બાદ સહાયક માહિતી નિયામક (ADI) ની પરીક્ષા પણ ઉતિર્ણ કરતાં હાલમાં મોરબી ખાતે ફરજ બજાવી રહ્યા છે.

ઘનશ્યામ પેડવાનો પ્રાથમિક અભ્યાસ અંજારની નગરપાલિકા સંચાલિત શાળા નં. ૪ માં અને ત્યાર બાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ શહેરની શેઠ ડી.વી. હાઇસ્કુલ ખાતે કર્યો હતો. તેઓએ તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, આદિપુરથી બી.એ.ની ડીગ્રી (અંગ્રેજી સાહિત્ય) મેળવીને અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ વિભાગમાંથી એમ.જે.એસ. (માસ્ટર ઇન જર્નાલિઝમ સ્ટડીઝ) કર્યું હતું. જર્નાલિઝમના અભ્યાસ બાદ તેઓ ખાનગી ન્ચૂઝ ચેનલ ટીવી ૯ તેમજ ખાનગી અખબારોમાં સેવાઓ આપી છે. તેઓ “અંજાર ટુડે” સાપ્તાહિક અખબારના તંત્રી પણ રહી ચૂક્યા છે.

તેઓ નાનપણથી જ રાષ્ટ્ર સેવા, સામાજિક કાર્યો, શિક્ષણના કાર્યો હંમેશા તત્પરતા દાખવે છે. અંજાર સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં સોરઠીયા–આહિર સમાજમાં વિવિધ શૈક્ષણિક કાર્યો સજાગ રહી જનજાગૃતિ માટે સતત પ્રયત્નશીલ રહે છે. વિવિધ સમાજના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રસ લે તે માટે વિદ્યાર્થીઓ પ્રત્યે અંગત રસ લઇને માર્ગદર્શન આપી રહ્યા છે. ઘનશ્યામ પેડવા બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે તેઓને તેમના મો. નં. ૯૪૨૯૧ ૯૯૮૮૬ પર શુભેચ્છા પાઠવી શકાય.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

FB_IMG_1621753812634.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!