ચાણોદ હરસિદ્ધિ માતા મંદિરે જવાના મુખ્ય માર્ગનું યુદ્ધના ધોરણે કામ શરૂ માઇભક્તોમાં ખુશીની લહેર

- ચાણોદ હરસિધ્ધિ માતાના મંદિરે જવાના રસ્તા નું યુદ્ધ ના ધોરણે કામ શરૂ કરાવતા ધારાસભ્ય શૈલેષ મહેતા
ચાણોદ માંડવા અને આજુબાજુના ગ્રામજનો ના આસ્થાના પ્રતીક તેમજ બ્રહ્મસમાજ તથા ક્ષત્રિય સમાજ ના કુળદેવી એવા રાજેશ્વરી શ્રી હરસિદ્ધિ માતાના મંદિરે જવાનો બંને તરફનો રસ્તો જે ચોમાસા દરમિયાન કાદવ-કીચડ વાળો તેમજ મંદિર સુધી ન જઈ શકાય તેવી બિસ્માર હાલત માં હતો, જેથી માતાજી ના શરણ માં આવતા ગામના તથા બહાર ગામ થી આવતા અસંખ્ય ભાવિક ભક્તોને અસહ્ય તકલીફ પડી રહી હતી.ઘણા વર્ષો થી આ રસ્તા ની હાલત બિસ્માર હતી.આ પૂર્વે ક્યારેય અહીંયા પાકો રસ્તો બન્યો હોય તેવું લાગી રહ્યું નથી.
જેની નોંધ લાઇ ભાવિક ભક્તોને પડતી તકલીફને ધ્યાનમાં લઇ માઇભક્તો એ દર્ભાવતિ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નું ધ્યાન દોર્યું હતું.વનીતાબેન પંડયા,દિલીપભાઈ જોશી,તેમજ જનકભાઈ બારીયા એ આ અંગે ની રજુઆત ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ને કરતા ધારાસભ્ય ના આદેશ થી યુદ્ધના ધોરણે પાક્કો ડામર રોડ બનાવવાનું ચાલુ થઈ ગયેલ છે.રજુઆત કરતા ના બે જ દિવસ માં કામ શરૂ થઈ જતા માઇભક્તો માં ખુશી ની લહેર જોવા મળી હતી અને માઇભક્તો એ દર્ભાવતી ના ધારાસભ્ય નો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : ચિરાગ તમાકુવાલા (ડભોઇ)