ફળ-શાકભાજીના નાના વેચાણકારોએ વિનામૂલ્યે છત્રી અને શેડ-કવર મેળવવા ઓનલાઈન અરજી કરવી

ફળ-શાકભાજીના નાના વેચાણકારોએ વિનામૂલ્યે છત્રી અને શેડ-કવર મેળવવા ઓનલાઈન અરજી કરવી
Spread the love

બાગાયત ખાતાની ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી અને શેડકવર પૂરા પાડવા બાબતની સહાય યોજનાનો લાભ લેવા માટે આઈખેડૂત પોર્ટલ (http://ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી માટે ખુલ્લુ મુકવામા આવેલ છે. આ યોજના હેઠળ (એટલે કે રેશનકાર્ડ) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.

જેથી ફળ, શાકભાજી ફુલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનુ રોડ સાઈડ વેચાણ કરતા, હાટ બજારમાં વેચાણ કરતા કે, લારીવાળા, ફેરિયાઓ, આઈખેડૂત પોર્ટલ પર અરજી કર્યા બાદ પોતાના રેશનકાર્ડ અને આધારકાર્ડ અને સંબંધિત ગ્રામ સેવકનો ફળ, શાકભાજી, ફુલપાકો, તથા નાશવંત કૃષિ પેદાશોનુ છુટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો સહિતની અરજી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, અમરેલી (ફોન નં- ૦૨૭૯૨ ૨૨૩૮૪૪) ખાતે જમા કરાવવાની રહેશે.

IMG_20200505_192554.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!