દામનગર : કાળુભાર પાણી પુરવઠા સામે શહેરીજનો આંદોલન કરવા મૂડમાં…!

દામનગર કાળુભાર પાણી પુરવઠા ના કર્મચારી ઓની અણઆવડત કે મનમાની છેલ્લા દોઢ વર્ષ થી ભાંભળું પાણી પીતા શહેરીજનો આંદોલન ના મૂડ માં
દામનગર કાળુભાર પાણી પુરવઠા ની કચેરી રેઢી ક્યાં સુધી ચાલશે આખા શહેર ને દોઢ થી મીઠું પાણી કેમ નથી મળતું અને અતિ ગંદુ પાણી સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા પોતા ના દાર માંથી વિતરણ કરાય છે મીઠું પાણી ક્યાં જાય છે ? જે ઢોર પણ ન પી શકે તેવું પાણી વિતરણ કરી શહેરીજનો ના આરોગ્ય સાથે છેડા ક્યાં સુધી ખૂબ મોટો પાણી વેરો ભરતા શહેરીજનો ના હક્ક નું મીઠું પીવા લાયક પાણી કોને કેટલા માં વેચાય છે? પાણી પુરવઠા સમક્ષ પાલિકા તંત્ર ની રજૂઆતો પછી પણ મહત્વ ના વાલ બંધ કેમ? રખાય છે પીવા ના મીઠા પાણી વંચિત રહેતા શહેરીજનો ની લાચાર સ્થિતિ કેમ? ફ્લોરાઈડ યુક્ત પાણી થી મુક્તિ માટે બનેલ કાળુભાર યોજના માં કાળો કારોબાર ક્યાં સુધી ચાલશે ? વર્ષો થી એકજ જગ્યા એ નોકરી કરતા કર્મચારી ઓ નોકરી કરે છે ?
ફેવિકોલ જેમ એકજ જગ્યા એ રહેલ કર્મચારી ઓ પાણી પુરવઠા કચેરી એ નિયમિત જાય છે? કે પોતા ના ખાનગી વેપાર ધંધા માં રચ્યા પચ્યા રહે છે દામનગર ની જનતા ને ટાઈમ સર પીવા ના મીઠા પાણી થી વંચિત રાખતા પાણી પુરવઠા બોર્ડ ના કર્મચારી ઓ નિયમિત કચેરી ઓ માં આવશે ? ગુલાટી બાજ કર્મચારી ઓ અન્ય જિલ્લા માં રહી દામનગર નોકરી કરે તે હેડક્વાર્ટર થી એક સો કિમિ દૂર રહી શકે ? ખરા પાણી પુરવઠા ના ગુલાટીબાજ કર્મચારી ની મહેરબાની એ ખૂબ મોટા પ્રમાણ માં ખાનગી નળ જોડાણ ગ્રામ્ય માં જતી લાઈનો માંથી અપાયા છે કોઈ માપ સાઇજ વગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના ઓવરહેડ થી ગ્રામ્ય માં જતી લાઈનો માંથી કનેક્શનો કેમ? શહેરીજનો ના હક્ક અધિકાર નું મીઠું પીવા નું પાણી કર્મચારી ની કૃપા એ પોતા ના આર્થિક હિત માટે વ્યય કરશે ધારાસભ્ય સહિત પાણી પુરવઠા મંત્રી સુધી રજુઆત કરતા સ્થાનિક અગ્રણી દ્વારા આંદોલન ની ચીમકી અપાય ઘણા સમય થી ખુલ્લો સંપ મૃત પશુ જાનવરો ખુલ્લા સંપ માં જોવા મળે છે દામનગર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ખંડેર હાલત માં કોઈ દેખરેખ કે કર્મચારી વગર રેઢી દલા તરવાડી ની જેમ જેને જે લેવું હોય તે લઈ શકે.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા