અમદાવાદ એલ. જે. યુનિવર્સિટી દ્વારા “મ્યુઝિક ડે”ની વિશિષ્ટ ઉજવણી કરાઇ

અમદાવાદ એલ. જે. યુનિવર્સિટી દ્વારા “મ્યુઝિક ડે”ની વિશિષ્ટ ઉજવણી કરાઇ
Spread the love
  • પ્લેબેક સિંગર લીપિકા નાગે વિદ્યાર્થીઓને ‘મ્યુઝિકલ વેક્સિન’ આપી

એલ.જે યુનિવર્સિટી માં કાર્યકર એલ.જે યુથ સેન્ટર દ્વારા વર્લ્ડ મ્યુઝીક ડે ની ખાસ ઉજવણી કરવામાં આવી હતી.મ્યુઝિકલ વેક્સિન નામના ઈન્સ્ટાગ્રામ લાઈવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લાઈવ સેશનની અંદર જાણીતા પ્લેબેક સિંગર લીપિકા નાગ જોડાયા હતા. નેગેટીવીટી ના માહોલ ની અંદર લોકોમાં સંગીતના માધ્યમથી સકારાત્મકતા નો સંચાર થાય તેવા શુભ આશયથી આ ખાસ લાઈવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ખાસ સેશનમાં મિત્રતા,મોટીવેશનને લગતા ગીતો લોકોને સંભળાવી ને લોકોને મનોરંજન તેમજ મોટીવેશન પૂરું પાડવામાં આવ્યું હતું.

ગુજરાતી,હિન્દી,અંગ્રેજી ઉપરાંત બંગાળી ભાષામાં ગીતો ગાઈને લીપિકા નાગે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ઉપરાંત મ્યુઝીક ફિલ્ડમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને ખાસ પ્રકારનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.મ્યુઝીક લોકોને આનંદમાં રાખવાનું શ્રેષ્ઠ માધ્યમ છે અને આ માધ્યમની મદદથી લોકો સ્ટ્રેસ ફ્રી થઈને પોઝિટિવ માહોલ માં રહે તેવા ઉદ્દેશ સાથે આ સેશનનું આયોજન કરાયું હતું.કોરોનાની મહામારીમાં લોકોના મિજાજ ને મોજમય બનાવવાનો સફળ પ્રયાસ એલ.જે યુથ સેન્ટર દ્વારા કરાયો હતો. આ સેશનમાં જોડાયેલ પ્લેબેક સિંગર લીપિકા નાગે જણાવ્યું હતું કે,મ્યુઝિક માનસિક મનોબળ મજબૂત કરવામાં ખૂબ મદદરૂપ થાય છે.

ઘણા સમયથી લોકો કોરોના થી માનસિક રીતે પીડાઈ રહ્યા છે.એવા સમયમાં તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ જરૂરી છે.લોકોમાં મ્યુઝીક ની મદદથી પોઝીટીવીટી લાવી શકાય છે. મ્યુઝીક થેરાપી ની મદદથી ઘણા સિંગર અને મ્યુઝિશ્યનો કોરોનાના દર્દીઓને મદદરૂપ થઈ રહ્યા છે.મ્યુઝીક ડે ના આ વિશેષ લાઈવ સેશન ના માધ્યમથી લોકો મ્યુઝીક ની મદદથી સ્ટ્રેસ ફ્રી રહે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.વેક્સિન ની મદદથી લોકો શારીરિક રીતે સ્વસ્થ અને સશક્ત બની ગયા છે પરંતુ ‘મ્યુઝિકલ વેક્સિન’ ની મદદથી લોકો માનસિક સ્વસ્થ બને તેવા પ્રયાસ આ સેશનના માધ્યમથી કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG-20210622-WA0003.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!