ડભોઇ નજીક ચનવાળા કેનાલ પાસેથી ખેર ના લાકડા ભરેલો ટેમ્પો સાથે ચાલકની ધરપકડ
ડભોઇ પોલીસ સ્ટાફ ના અ. હે.કો રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ,તથા અ.પો.કો અર્જુનભાઇ ધોળીયાભાઈ,તથા અ.પો.કો યુવરાજસિંહ હરપાલ સિંહ અને અ.પો.કો ભાવિકકુમાર માનસંગભાઈ વગેરે સ્ટાફ ના માણસો સાથે આજરોજ ડભોઇ નજીક આવેલ ચનવાળા કેનાલ ઉપર વાહન ચેકીંગ ની કામગીરી કરી રહ્યા હતા.દરમિયાન તિલકવાળા તરફ થી એક આઈશર ટેમ્પો આવતા તેને રોકતા ટેમ્પો ને તાડપત્રી લગાવેલ હતી જેથી પોલીસ સ્ટાફ ના જવાનો ને શંકા જતા બે પંચો ના માણસો બોલાવી તેમની હાજરી માં તાડપત્રી હટાવી તેમાં તપાસ કરતા તાજા કાપેલા લાકડા ભરેલા હતા.જેથી ટેમ્પો ચાલક પાસે લાડકા સંબંધિત બિલો તથા કાગળો માંગતા ટેમ્પો ચાલકે તેની પાસે કોઈ કાગળ કે બિલ નહી હોવાનું જણાવ્યું હતું.જેથી આઈશર ટેમ્પો નો નંબર જોતા GJ 06 Y 5701 આઈશર ટેમ્પો નો ચાલક નું નામ પૂછતાં સુધીરભાઈ ઉર્ફે લાલો શનભાઈ વસાવા ઉ.વ 42 રહે,ટેકરા ફળિયું બુજેઠા હોવાનું જણાવ્યું હતું.
જેને આ લાકડા અંગે પૂછતાં આ ખેર નું લાકડું હોવાનું જણાવ્યુ હતું.અને આ લાકડું ક્યાંથી લાવેલ અને ક્યાં લઈ જઈ રહ્યો હતો તે અંગે પૂછતાં ટેમ્પો ચાલક દ્વારા ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપતા ટેમ્પો ને ડભોઇ ખાતે લાવી તેનું વજન કરાવતા તેમાં 1770 કી.ગ્રા લાકડા ભરેલા હતા.જે લાકડા તેને ચોરી અથવા છળ કપટ થી મેળવેલ હોવાનું જણાયી આવતા તેનું વિગતવાર નું પંચનામું કરાવતા લાકડા ની કિંમત 52,500 તથા આઈશર ટેમ્પો નીં કિંમત 2,50,000 તેમજ મોબાઇલ કિમ 500 મળી કુલ 3,03,000 નો મુદ્દામાલ સી.આર.પી.સી.કલમ 102 મુજબ પંચનામાં ની વિગતે તપાસ અર્થે કબ્જે કરવામાંઆવેલ છે. અને ટેમ્પો ચાલક ને સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ અટકાયત કરી આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.અને તમામ મુદ્દામાલ ફોરેસ્ટ વિભાગ ને સુપરત કરવામાં આવ્યો છે.
રિપોર્ટ : ચિરાગ તમાકુવાલા (ડભોઇ)