સાબરકાંઠા મહિલા કોંગ્રેસ દ્વારા મોઘવારીને લઈ વિરોધ કાર્યક્રમ

સાબરકાંઠા જિલ્લા માં આજે મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં કાર્યક્રમ આપ્યો હતો, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઇ પટેલ ની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન દવે, મહિલા પ્રદેશ મંત્રી કમળાબેન,પુર્વ જિલ્લાપંચાયત પ્રમુખ રતનબેન, જિલ્લા પંચાયત સભ્ય નીરૂબેન પંડયા,સેવાદળ પ્રમુખ ભાવનાબેન , જિલ્લા પંચાયત પુર્વ ઉમેદવાર નિમિષાબેન પટેલ, સીમાબેન પઠાણ, તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, શહેર પ્રમુખ ઈશ્વરભાઈ દેસાઈ, યુથ કોંગ્રેસ પ્રમુખ રાકેશસિંહ અને મહિલા કોંગ્રેસ ની મોટી સંખ્યા માં બહેનો ઉપસ્થિત રહી આ સરકારે જ્યારે આ મહામારી માં લોકોની આર્થીક પરિસ્થિતિ કથળેલી ગયેલી છે ત્યારે આવી પરિસ્થિતિમાં ડિઝલ,ગેસ,ખાદ્ય તેલ અને અન્ય જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ નો સતત વધારો થતો રહ્યો છે અને લોકોની કમર તોડી નાખી છે પડતાં પર પાટુ આ દેશ ની પ્રજા ઉપર માર્યુ છે તેનો મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો જે સમયે સ્થાનિક પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.