જેતપુર ભાજપ દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું

જેતપુર ભાજપ દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું
જનસંઘના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિન નિમિત્તે જેતપુર શહેર ભાજપ દ્વારા કાર્યાલય ખાતે પુષ્પાંજલી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ પર્યાવરણ શુદ્ધ થાય અને ઓક્સિજનની માત્રા વધે તેવા હેતુસર લીલોછમ છાંયડો આપતા વિવિધ વૃક્ષોના ખોડિયાર મંદિર નવાગઢ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જેતપુર શહેર ભાજપ દ્વારા આજે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિન નિમિત્તે ખાસ કરીને ઘટાદાર વૃક્ષોના વાવેતર માટે લોકજાગૃતિ કેળવાઈ તે માટે ખોડીયાર મંદિર નવાગઢ ધાર ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વૃક્ષોનું કાળજીપૂર્વક જતન કરી પર્યાવરણનું રક્ષણ કરવા માટે લોકોમાં પણ ભારે જગૃતિ આવે
આ તકે જેતપુર શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ જોગી મહામંત્રી ડી.કે બલદાણીયા તેમજ જેતપુર શહેર ભાજપના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જો કે ચોમાસુ બેસી ગયું છે અને વરસાદ પણ સારો પડ્યો છે. તેથી, વૃક્ષારોપણ માટે આ સમય અનુકૂળ હોવાથી આ કાર્યક્રમ ખરા અર્થમાં સાર્થક બન્યો કહેવા છે..
રિપોર્ટ : ચુડાસમા વિક્રમસિંહ જેતપુર