હિમાલયા મેનનું WTC ફાઈનલ 2021 માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સાથે જોડાણ

ધ હિમાલયા ડ્રગ કંપનીની મેન્સ ગ્રૂમિંગ બ્રાન્ડ હિમાલયા મેન આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2021 માટે મેન્સ ગ્રૂમિંગ પાર્ટનર તરીકે આઈસીસી તરીકે જોડાણ કર્યું છે. હિમાલયા મેન યુવા ક્રિકેટ ચાહકોમાં ચમક ગુમાવી રહેલી ટેસ્ટ ક્રિકેટમાં રુચિ ફરીથી જાગૃત કરવા માટે ચિયર ઈન વ્હાઈટ્સ નામે ઈનોવેટિવ નવી કેમ્પેઈન લઈને આવી છે.
ક્રિકેટ ભારતમાં વ્યાપક રીતે ઊજવવામાં આવે છે અને દરેક દ્વારા આ સ્પોર્ટ જોવામાં આવે છે. અમને ફાઈનલિસ્ટ તરીકે ટીમ ઈન્ડિયા છે તેવી પ્રથમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2021 માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સાથે ભાગીદારી કરવાની બેહદ ખુશી છે. ગૌરવશાળી ઘરમાં વૃદ્ધિ પામેલી ભારતીય બ્રાન્ડ તરીકે અમને આ અનોખી ઈનોવેટિવ વર્ચ્યુઅલ કેમ્પેઈન સાથે ટીમ ઈન્ડિયાને ક્રિકેટની અસલ ફોર્મેટમાં સપોર્ટ કરવા અને ચિયર કરવા માટે અમને ભારે રોમાંચની લાગણી થઈ રહી છે.
અમારી ચિયર ઈન વ્હાઈટ્સ કેમ્પેઈન થકી અમે ક્રિકેટની ગેમ ઉજવણી કરવાનું અને વર્ચ્યુઅલી સહભાગી થવા તેમને પ્રોત્સાહન આપીને દરેક ક્રિકેટ ચાહકોમાં ખુશી ફેલાવવાનું લક્ષ્ય છે, એમ ધ હિમાલયા ડ્રગ કંપનીના કન્ઝયુમર પ્રોડક્ટ્સ ડિવિઝનના બિઝનેસ ડાયરેક્ટર શ્રી રાજેશ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું. હિમાલયા મેને ફેસ કેર, હેર કેર, બિયર્ડ કેર અને શેવિંગ શ્રેણીઓમાં તેની ઓફરો સાથે મેન્ટ ગ્રૂમિંગ સેગમેન્ટમાં ઉત્તમ રીતે સુમેળ સાધે છે. નવી કેમ્પેઈન ચિયર ઈન વ્હાઈટ્સ ક્રિકેટ પ્રેમીઓની સુરક્ષા અને રુચિ મનમાં રાખીને ખાસ તૈયાર કરવામાં આવી છે.
આ ઈનોવેટિવ કેમ્પેઈનનું લક્ષ્ય ક્રિકેટના શોખીનોને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2021માં ભારતીય ક્રિકેટટીમનેટેકો આફવા વર્ચ્યુઅલ એકત્ર લાવવાનું છે. કેમ્પેઈન સહભાગી ગ્રાહકોને આકર્ષક ઈનામો જીતવાની મોકો પણ આપે છે, એમ ધ હિમાલયા ડ્રગ કંપનીના કન્ઝયુમર પ્રોડક્ટ્સ ડિવિઝનના જનરલ મેનેજર અશ્વની ગાંધીએ જણાવ્યું હતું. અનોખી કેમ્પેઈન હિમાલયા મેન ગ્રાહકોને મોજૂદ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2021માં ટીમ ઈન્ડિયા માટે વ્હાઈટ્સ પહેરવા અને ચિયર કરવા અનુરોધ કરે છે. સહબાગી ગ્રાહકોને સ્પોર્ટસ બઈક, ગોલ્ડ કોઈન્સ અને વધુ જેવાં આકર્ષક ઈનામો જીતવાની તક પણ આપે છે!