ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ ડભોઇના વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ રીતે ડોક્ટર્સ ડે ની ઉજવણી

આજે ડૉક્ટર્સ ડે છે. આપણે સૌ જાણીએ છીએ કે કોરોના કાળમાં ડૉક્ટરોએ પોતાની જાનની બાજી લગાવીને પણ લોકોની સેવા કરી છે. તમામ નું રક્ષણ કર્યું છે. ડોકટર હર હંમેશ આપણી કાળજી રાખે છે .આપણી તંદુરસ્તી ની ખેવના કરે છે તેવા ડોક્ટર્સ ને આજે નવાજવાનો દિવસ, તેમને હેપી ડોક્ટર્સડે કહેવાનો દિવસ એટલે “ડોકટર ડે”. ડભોઇ તાલુકાના વેગા ખાતે આવેલ ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ ના વિદ્યાર્થીઓએ ડોક્ટરને અભિવાદન કરવાની તક ઝડપી લીધી હતી. આજે ડભોઇ પંથકના લગભગ 50 +ડોક્ટરોને અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વિદ્યાર્થી ૪ થી ૫ ના ગ્રુપમાં પોતાના શિક્ષક સાથે ડૉક્ટરોનું અભિવાદન કરવા માટે ગયા હતા.
તેમાં ડોક્ટરોને એક ગુલાબ અને ગ્રીટીંગ કાર્ડ્સ જે પોતે જાતે બનાવેલું છે એ આપીને ડોક્ટર નું અભિવાદન કર્યું હતું .આ આખી પ્રક્રિયામાં લગભગ 50+ ડોક્ટરોનો નો અભિવાદન કરવામાં આવ્યું હતું. પોતાના ઉચ્ચ શિક્ષણ માટે અને ઉચ્ચ ગુણવત્તા તથા મૂલ્ય સંસ્કાર માટે સુખ્યાત ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ ના આચાર્ય ડૉ.સંતોષ દેવકર અને એમની ટીમ દ્વારા આ મહા અભિયાન ઉપાડવા માં આવ્યું હતું. જેમાં ડભોઈ પંથકમાં સેવા આપતા તબીબોનું અભિવાદન કરવામાં આવ્યું .જેમાં ચારથી પાંચ વિદ્યાર્થીઓની એક ટુકડી પોતાના શિક્ષક ને લઈને ડૉક્ટરોનું અભિવાદન કરવા માટે પોતપોતાના વિસ્તારમાં નીકળી પડ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે ડોક્ટર્સ આપણી હર હંમેશ સેવા કરે છે. તેમની તંદુરસ્તીની ખેવના પણ આપણે કરવી જોઈએ .જો આપણે તેમની તંદુરસ્તી માટે ભગવાનને પ્રાર્થના કરવાની એક ઉત્તમ તક મળી છે . ડભોઇ પંથકના લગભગ તમામ તબીબો ને આ રીતે અભિવાદન કરવા નો કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવ્યો હતો જેમાં ૩૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ ટુકડીઓમાં વહેંચાઈને પોતાના વિસ્તારના તબીબ નું અભિવાદન કર્યું હતું. અભિવાદન સ્વીકારતા તબીબો એ બાળકોની આ પ્રવૃત્તિના વખાણ કર્યા હતા. અને શાળા દ્વારા કરવામાં આવેલ આવા વિશિષ્ટ પ્રકારના પ્રયોગ માટે આચાર્ય તથા સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ : ચિરાગ તમાકુવાલા (ડભોઇ)