ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ LCB

- અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાં આવેલ વાલીયા રોડ ખાતેથી ટ્રકમાં બનાવેલ ચોરખાના માંથી ભારતીય બનાવટનાં વિદેશીદારૂ નો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા વડોદરા રેંજ વડોદરા તથા ભરૂચ જીલ્લાનાં પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામાં ગેર કાયદેસર રીતે ચાલતી દારૂ/જુગાર ની પ્રવૃતિઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સખ્ત સુચના આપવામાં આવેલ. જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી નાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન. ઝાલા નાં ઓનાં માર્ગદર્શન મુજબ ભરૂચ એલ.સી.બી. ટીમ દ્વારા મળેલ બાતમી હકીકત આધારે અંક્લેશ્વર વાલીયા રોડ ખાતેથી ટ્રક નંબર RJ 27 GA 2424 માંથી ટ્રક નાં કેબીન પાછળ ટ્રક ની બોડીમાં બનાવેલી ચોરખાના માંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ નો કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૧૪,૬૫,૭૧૦/- નો કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે. સોંપવામાં આવેલ છે, અને આ મુદ્દામાલ કયાંથી લાવવામાં આવ્યો અને કયાં પહોંચાડવાનો હતો જે બાબતે સધન તપાસ ચાલુ છે.
- કબજે કરવામાં આવેલ મુદ્દામાલ: (૧) ભારતીય બનાવટનાં વિદેશી દારૂ રોયલ ક્લાસિક વ્હીસ્કી પાઉચ બોક્ષ નંગ-૯૭ જેમાં કુલ પાઉચ નંગ-૪૬૫૬ જેની કુલ્લ કિં. રૂ. ૪,૬૫,૬૦૦/- (૨) ટ્રક નંબર RJ 27 GA 2424 કિં. રૂ. ૧૦,૦૦,૦૦૦/- (૩) રોકડા રૂ. ૧૧૦/- કુલ્લ પ્રોહી મુદ્દામાલ કિં રૂ ૧૪,૬૫,૭૧૦/-
- કામગીરી કરનાર ટીમ:- પો.સ.ઈ. એ.એસ. ચૌહાણ તથા હે.કો. ઈરફાન અબ્દુલ સમદ તથા અ.હે.કો. જોગેંદ્રદાન તથા હે.કો. ચંન્દ્રકાન્તભાઈ તથા હે.કો. ઉપેન્દ્રભાઈ તથા હે.કો. પરેશભાઈ તથા પો.કો. કિશોરસિંહ તથા પો.કો. ફિરોજભાઈ પો.કો. દિપકભાઈ તથા એલ.સી.બી. ભરૂચનાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવ્યું .
રિપોર્ટ : મનિષ કંસારા, ભરૂચ