હળવદ શહેર ભાજપ ની કારોબારી બેઠક હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાઇ

- મોરબી જિલ્લા ભાજપ ના પ્રભારી શ્રી પ્રકાશભાઈ સોની ની હાજરી માં યોજાઈ
આજરોજ હળવદ શહેર ભાજપ ની કારોબારી બેઠક હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાઈ હતી જેમાં મોરબી જિલ્લા ભાજપ ના પ્રભારી શ્રી પ્રકાશભાઈ સોની ની હાજરી માં યોજાઈ હતી આ કારોબારી બેઠક ની શુભ શરુયાત દીપ પ્રાગટય કરી અને કરી હતી ત્યાર બાદ કોરોના કાળ માં અવસાન પામેલ જીવાત્માઓ ને બે મિનિટ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમ માં ગુજરાત સરકાર ની કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવા માટે આહવાન કર્યું હતું અને વૃક્ષારોપણ – સ્વચ્છતા અભિયાન સહિત પર્યાવરણ બચાવ ની કામગીરી અને અન્ય સેવાકીય કાર્યો કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી.
આ કાર્યક્રમ માં ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરીયા , જિલ્લા ભાજપ ના મહામંત્રી રણછોડભાઈ દલવાડી , હસુભાઈ પંડ્યા , જસુબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ પટેલ , ન.પા પૂર્વ પ્રમુખ અજયભાઈ રાવલ, દાદભાઈ ડાંગર શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે , શહેર ભાજપ મહામંત્રી રમેશભાઈ ભગત , સંદીપભાઈ પટેલ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે સહિત શહેર ભાજપ અને જિલ્લા ભાજપના કારોબારી સભ્યો, શહેર અને જિલ્લા ભાજપના હોદ્દેદારશ્રીઓ વિવિધ મોરચાના હોદ્દેદારો સહિત સીનીયર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા કાર્યકરો રવિભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ, અશોકભાઈ પ્રજાપતિ સહિત કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : રમેશ ઠાકોર (હળવદ)