સુરજદેવળ મંદીરે ગૌશાળામાં નવા શેડનું ભયલુબાપુના હસ્તે ખાતમુર્હત કરાયુ

- પૂ.નિર્મળાબા અને ભયલુબાપુ દ્રારા રૂ.1.11.111/- તુલસી પત્ર રૂપે અર્પણ કર્યા
તારીખ 14/7/2021ના રોજ શ્રી નવા સુરજદેવળ મંદિર મુકામે આવેલ શ્રી ભગવત ગુરુ ગૌશાળામાં ગૌમાતા માટે નવો સેડ બનાવવાનું ખાતમુહૂર્ત સાંજના 5 વાગે હતું તે શુભ અવસરે શ્રી પાળીયાદ જગ્યા ના પ્રેરક ભાઈશ્રી ભયલુબાપુ ના વરદ હસ્તે શેડ બનાવવાનું પાયાનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. આ શુભ અવસરે શ્રી વિસામણબાપુની જગ્યા પાળીયાદના શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી પરમ પૂજ્ય નિર્મળાબા દ્વારા શ્રી ભગવદ ગુરુ ગૌ શાળાના શેડ બનાવવા માટે ભાઈશ્રી ભયલુબાપુ ના હસ્તે રૂ.1.11.111. તુલસી પત્ર રૂપે અર્પણ કરેલ છે.
પૂજ્ય બા દ્વારા અગાઉ પણ સુરજદેવળ ગૌશાળામાં ખૂબ જ સહયોગ આપ્યો છે અને ધર્મના તેમજ સમાજના કોઈ પણ કાર્ય માટે શ્રી વિસામણ બાપુની જગ્યા પાળીયાદ હર હમેશા અગ્રેસર રહેશે તે બદલ સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ ગૌરવ અનુભવે છે પરમ પૂજ્ય બા શ્રી નિર્મળાબા ના ગૌસેવાના સત્કાર્યોની સમાજને પ્રેરણા મળી રહી છે આવા ને આવા આશીર્વાદ રૂપી સત્કાર્યો થતા રહે તેવી અભ્યર્થના સાથે આપનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
તસવીર : વિપુલ લુહાર