ડભોઇ એસ.ટી. ડેપોમાં ખિસ્સા કાતરુંગેંગ સક્રિય મુસાફરનું ખિસ્સું કપાયું

આજરોજ ડભોઇ એસ.ટી ડેપો માં થી એક પુરુષ નું પાકીટ ખિસ્સા કાતરું દ્વારા કાઢી લેવામાં આવ્યા નો બનાવ બન્યો હતો.જે ની ફરિયાદ નજીક માં આવેલ પોલીસ ચોકી માં કરવામાં આવી હતી.આમ તો અવાર નવાર ખિસ્સા કાતરું ઓ ભીડ નો લાભ લઇ ખિસ્સા કાપતા હોય છે.પરંતુ આ અંગે કોઈ ચોક્કસ પુરાવો ના હોતા લોકો ફરિયાદ કરવાનું ટાળે છે. જેથી ખિસ્સા કાતરુંઓ ને મોકળું મેદાન મળી જાય છે.એસ.ટી.ડેપો કે જ્યાં રોજ ઘણા લોકો અવર જવર કરવા આવતા હોય છે પરંતુ ડભોઇ ના એસ.ટી ડેપો માં સી.સી.ટી.વી ની કોઈ વ્યવસ્થા જણાયી આવતી નથી. જેનો લાભ લઇ ખિસ્સા કાતરું ઓ ડેપો માં આવતા મુસાફરો ના અવાર નવાર ખિસ્સા કાપતા હોવાની બુમો ઉઠવા પામી છે.
જે પગલે ડભોઇ ના એસ.ટી ડેપો માં સી.સી.ટી.વી મુકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ડભોઇ ડેપો માં ખિસ્સા કાતરું ગેંગ સક્રિય થતા ગામડા ના મુસાફરો ને ખૂબ જ તકલીફ નો સામનો કરવો પડી શકે છે.આસપાસ ના ગામડા ના લોકો ડભોઇ માં ઘરવખરી તેમજ લગ્ન પ્રસંગ નીં ખરીદી કરવા આવતા હોય છે જેથી કોઈ ખિસ્સા કપાવવાના આવા બનાવો વધશે તો બહારગામ ની પ્રજા ડભોઈમાં ખરીદી કરવા આવતા ડર અનુભવશે.જેથી ડભોઇ પોલીસ ખિસ્સા કાતરુંઓને પકડવા એસ.ટી ડેપો માં પોલીસ બંદોબસ્ત રાખે અથવા ડેપોમાં સી.સી.ટી.વી કેમેરાની વ્યવસ્થા કરે તેવી લોકમાંગ ઉઠી છે.
રિપોર્ટ : ચિરાગ (રાજુ ઘેટી) ડભોઇ