બનાસકાંઠા પોલીસ વિભાગમા મોટા ફેરફાર, અંબાજી ખાતે થી 6 પોલીસકર્મીની બદલી

બનાસકાંઠા પોલીસ વિભાગમા મોટા ફેરફાર, અંબાજી ખાતે થી 6 પોલીસકર્મીની બદલી
Spread the love

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. હાલમાં કોરોના કેસ ઓછા આવતાં અને કોરોના ની બીજી લહેરમાં ઘટાડો થતાં વિવિઘ વિભાગોમા બદલીના આદેશો આપવામાં આવ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ 204 પોલીસકર્મી ની બદલી કરવામાં આવી હતી અને અંબાજી ખાતે 6 પોલીસકર્મી ની બદલી કરવામાં આવી હતી જ્યારે બહારના પોલીસ સ્ટેશન થી 3 જવાનની અંબાજી ખાતે બદલી થઈ છે.

બનાસકાંઠા જિલ્લાના પોલિસવડા દ્વારા આજે વિવિઘ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસકર્મીની બદલી કરાતા પોલીસબેડામા ખળભળાટ જૉવા મળ્યો હતો જેમાં બનાસકાંઠા જિલ્લાના કુલ 204 જેટલા જવાનોની બદલી કરવામાં આવી હતી,જીલ્લા પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફાર કરાયા હતા. જેમા જીલ્લામાં 204 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરાઈ હતી.બનાસકાંઠા જીલ્લાના અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર બદલાયા છે અને જીલ્લા પોલીસ અધિક્ષકે તરુણ દુગ્ગલ એ કર્યા બદલીના આદેશ.

અંબાજીથી કોની કોની બદલી થઈ

  1. મંજુલાબેન નાથાભાઈ (અંબાજી મંદિર સઘન સુરક્ષા થી હડાદ)
  2. ભરતભાઈ મીઠાભાઇ (અંબાજી થી ડિસા ઉત્તર)
  3. પ્રકાશભાઈ હરગોવિંદભાઈ (અંબાજી થી હડાદ)
  4. ઉદેસિંહ લાલસિંહ (અંબાજી થી વડગામ)
  5. શૈલેષભાઈ સાયબાભાઇ (અંબાજી થી પાલનપુર પ્ર. પોલીસ સ્ટેશન)
  6. ભરતજી ગોરધનજી (અંબાજી થી ડિસા દક્ષિણ)

બીજા પોલીસ સ્ટેશન થી અંબાજી આવ્યા

  1. રાજેન્દ્રભાઈ સુરજીભાઈ (આગથલા થી અંબાજી)
  2. જશવંતસિંહ દુદાજી (માવસરી થી અંબાજી)
  3. મયુરભાઈ દિનેશભાઈ (દિયોદર થી અંબાજી)

આમ પોલીસ વિભાગ મા બદલી થતાં પોલીસ બેડા મા ખળભળાટ જૉવા મળ્યો હતો.

અમિત પટેલ (અંબાજી)

IMG-20210720-WA0034.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!